જિસ દિન રાજા તારો જનમ હુવો રે ભજન - Jis Din Raja Tero Janam Huvo Bhajan Lyrics in Gujarati | Gujarati Bhajan Lyrics

જિસ દિન રાજા તારો જનમ હુવો રે ભજન, Jis Din Raja Tero Janam Huvo Bhajan Lyrics in Gujarati, Gujarati Bhajan Lyrics
જિસ દિન રાજા તારો જનમ હુવો રે ભજન - Jis Din Raja Tero Janam Huvo Bhajan Lyrics in Gujarati | Gujarati Bhajan Lyrics
જિસ દિન રાજા તારો જનમ હુવો રે ભજન - Jis Din Raja Tero Janam Huvo Bhajan Lyrics in Gujarati | Gujarati Bhajan Lyrics


જિસ દિન રાજા તારો જનમ હુવો રે ભજન - Jis Din Raja Tero Janam Huvo Bhajan Lyrics in Gujarati | Gujarati Bhajan Lyrics


જિસ દિન રાજા તેરો જનમ હુવો રે
વાગા કાય નગારા ને નિશાન રે...
જોસીડા તેડાવો આપદા સહેરના રે 
બાલુડાના જોસ તો જોવડાવો રે
નામ તો ધરાવો રાજા ભરથરી રે...(2)

લીલુડા વઢાવું રાજા વાંછડા રે
મહેલ માં મઢુલી બનાવું રે
સેજ રે ઢળાવું રાજા ઢોલીયા રે
બેઠા તમે મોજું હવે માણો રે 
ભેખ તો ઉતારો રાજા ભરથરી રે (2)

તમારા મહેલુંમાં રાણી અમે નહિ રહીએ રે
નહિ લઈએ અન્ન કે પાણી રે
ભિક્ષા રે આપો ને મૈયા પિંગલા રે
હાલી જાય જોગીડા ની જમાતું રે
ભિક્ષા રે આપો ને મૈયા પિંગલા રે (2)

નવ લાખ હાથી જુલે તારા આંગણે રે
અઢાર લાખ ઘોડાની ધમસાણુ રે
બાણુ લાખ ગુંજે રાજા તારો માળવો રે
આવી તારી ઉજળી શોભા રે
હવે તો વિચારો રાજા ભરથરી રે (2)

દીપક ને જોલો રે લાગે પવનનો રે 
નર ને જોલો નારી નો રે 
સંત ને જોલો લાગે સબદ નો રે 
ગુરુ મારા ઉતારે ભવ પર રે
ભિક્ષા રે આપો ને મૈયા પિંગલા રે (2)

ભગવા રંગાવું રાજા હુ તો લૂગડાં રે 
આવું હુ તમારી સંગાથે રે
ધુણીરે પાણી ની સેવા હુ કરું રે
એજી મને દાસી કઈને બોલાવો રે
હવે તો વિચારો રાજા ભરથરી રે (2)

અમારી સંગાથે રાણી નઈ તમે રે
દુનીયા અવળું વિચારે રે
દુનિયા જાણે કે બાવો ઘર બારી 
બાલુડા નો ભેખ તો લજાયે રે 
ભિક્ષા રે આપો ને મૈયા પિંગલા રે (2)

કાંતો રે રાજા તમે ભાંગ પીધી રે 
કાંતો તારા ભાઈબંધે ભરમાયો રે 
કયું તો રે ધુતારે કામળ કીધા રે 
નહીંતર આવી બુદ્ધિ ના સુજે રે 
હવે તો વિચારો રાજા ભરથરી રે (2)

નથી રે રાણી રે મેતો ભાંગ પીધી રે 
નથી મારા ભાઈબંધે ભરમાયો રે
નથી રે ધુતારે મુને કામળ કીધા રે
લખ્યા મારા છઠ્ઠી ના લેખ રે 
ભિક્ષા રે આપો ને મૈયા પિંગલા રે (2)

કુંવારી કન્યાને રાજા વર ઘણાં રે 
પરણીને પાપ તો લગાડ્યું રે
સાસુડી ને પેટે પથરો કાન ધર્યો 
રેત અમે બાળ કુંવારા રે
હવે તો વિચારો રાજા ભરથરી રે (2)

કાચા રે સુતર નો કાયા તાંતણો રે 
ઈતો જાણે તૂટી એ જાણે રે 
મસંધર પ્રતાપે ભરથરી બોલીયા રે
અવસર ફેર નહિ આવે રે 
ભિક્ષા રે આપો ને મૈયા પિંગલા રે (2)

જિસ દિન રાજા તેરો જનમ હુવો રે
વાગા કાય નગારા ને નિશાન રે...
ભિક્ષા રે આપો ને મૈયા પિંગલા રે (2)

Rate this article

Loading...

Post a Comment

© Gujarat Information. All rights reserved.