અન્ય સુગંધિત પાકો માટેની સહાય | i-ખેડૂત પોર્ટલ બાગાયતી યોજના | Assistance Scheme for Other Aromatic Crops iKhedut Portal Bagayati Yojana Gujarat Form Apply Online

અન્ય સુગંધિત પાકો માટેની સહાય i-ખેડૂત પોર્ટલ બાગાયતી યોજના iKhedut Portal Bagayati Yojana Gujarat Form Apply Online
  • નમસ્કર મિત્રો આજે આપણે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે i-ખેડૂત પોર્ટલ પર ઘણી બધી i-ખેડૂત પોર્ટલ બાગાયતી યોજનાઓ બહાર પાડવામાં આવી છે. જેમાંની એક અન્ય સુગંધિત પાકો માટેની સહાય | i-ખેડૂત પોર્ટલ બાગાયતી યોજના | Assistance Scheme for Other Aromatic Crops iKhedut Portal Bagayati Yojana Gujarat Form Apply Online વિશે જાણીએ.

અન્ય સુગંધિત પાકો માટેની સહાય | i-ખેડૂત પોર્ટલ બાગાયતી યોજના | Assistance Scheme for Other Aromatic Crops iKhedut Portal Bagayati Yojana Gujarat Form Apply Online

  • ગુજરાત સરકારના જે ખેડૂતો હવે રોકડિયા પાક તરીકે સુગંધિત પાકોનું વાવેતર કરે છે. આ માટે બાગાયત વિભાગ દ્વારા ખાસ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજનાનો હેતુએ એવા ખેડૂતને લાભ આપવો કે, જે સુગંધિત પાકોનું વાવેતર કરેલ છે તેમણે સહાય પૂરી પાડવી.

અન્ય સુગંધિત પાકો માટેની સહાય યોજનાની પાત્રતા અને નિયમો

  • અન્ય સુગંધિત પાકો માટેની સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે  નીચે મુજબ છે.
  1. આ યોજનામાં સામાન્ય,અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  2. આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
  3. ખેડૂત લાભાર્થી દીઠ 4 હેક્ટરની મર્યાદામાં રાખવામાં આવી છે.
  4. પ્લાન્ટીંગ મટેરીયલ માટે NHB દ્વારા એક્રીડેશન થયેલ/કૃષિ યુનિ./બાગાયત ખાતાની નર્સરીઓમાંથી ખરીદી કરવાની રહેશે.
  5. Tissue culture પ્લાન્ટીંગ મટેરીયલ (રોપા) માટે DBT દ્વારા માન્ય/ એક્રીડેશન થયેલ ટીસ્યુ લેબ, GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદ કરવાનું રહેશે.
  6. બિયારણ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી સારી ગુણવત્તાવાળુ બિયારણ ખરીદી કરવાનું રહેશે.

અન્ય સુગંધિત પાકો માટેની સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

  • આ યોજના હેઠળ જુદી-જુદી જ્ઞાતિઓને અલગ અલગ લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
  1. અનુસુચિત જાતિના ખેડૂતો માટે : પ્રતિ હેક્ટર 0.40 લાખમાં ખર્ચના 40% અથવા મહત્તમ 16,000/- બંને માથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે. લાભાર્થી દીઠ 4.00 હેક્ટર ની મર્યાદામાં રાખવામા આવેલ છે.
  2. અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે : પ્રતિ હેક્ટર 0.40 લાખમાં ખર્ચના 50% અથવા મહત્તમ 20,000. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. લાભાર્થી દીઠ 4.00 હેક્ટર ની મર્યાદામાં રાખવામા આવેલ છે.
  3. સામાન્ય જાતિના ખેડૂતો માટે : પ્રતિ હેક્ટર 0.40 લાખમાં ખર્ચના 40% અથવા મહત્તમ 16,000. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. લાભાર્થી દીઠ 4.00 હેક્ટર ની મર્યાદામાં રાખવામા આવેલ છે.

અન્ય સુગંધિત પાકો માટેની સહાય માટે કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

  • i-ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજના ચાલતી અન્ય સુગંધિત પાકો માટેની સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.
  1. ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  2. આધારકાર્ડની નકલ (Aadhar Card)
  3. જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  4. જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  5. રેશનકાર્ડની નકલ (Ration Card)
  6. જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  7. લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  8. ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  9. લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  12. મોબાઈલ નંબર
  13. બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક

અન્ય સુગંધિત પાકો માટેની સહાય યોજના ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • જો તમે પણ અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટેની સહાયનો લાભ મેળવવા માગો છો, તે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.
  1. સૌપ્રથમ Ikhedut ની ઓફિશિયલ વેબસાઈટ ખોલો.
  2. ત્યાર બાદ Home Page પર દેખાતા “યોજના” પર ક્લિક કરો.
  3. ત્યાર બાદ“બાગાયતી યોજનાઓ’ પર Click કરવી પડશે.
  4. જેમાં નંબર-2 પર અન્ય સુગંધિત પાકો પર ‘અરજી કરો’ પર ક્લિક કરો.
  5. જો તમે OnlineRegistration કરેલ હોય તો આધારકાર્ડ અને મોબાઇલ નંબર નાખો.
  6. લાભાર્થીએ i-khedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘NO’ સિલેકટ કરવું.
  7. હવે ‘નવી અરજી કરવા ક્લિક કરો’ પર ક્લિક કરો.
  8. માહિતી ભર્યા બાદ અરજી Save કરો ના Option પર ક્લિક કરો.
  9. એક વાર અરજી Confirm થયા બાદ Application માં કોઈ પણ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.

અન્ય સુગંધિત પાકો માટેની સહાય માટે વારંવાર પૂછાતા પ્રશ્નો

અન્ય સુગંધિત પાકો માટેની સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે?

  • અન્ય સુગંધિત પાકો માટેની સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/  છે.

અન્ય સુગંધિત પાકો માટેની સહાય માટે અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

  • અન્ય સુગંધિત પાકો માટેની સહાય યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ 31/05/2023 છે.


Rate this article

Loading...

Post a Comment

© Gujarat Information. All rights reserved.