અનાનસ (ટીસ્યુ) માટેની સહાય | i-ખેડૂત પોર્ટલ બાગાયતી યોજના | Ananas Tissue Sahay iKhedut Portal Bagayati Yojana Gujarat Form Apply Online

અનાનસ (ટીસ્યુ) માટેની સહાય | i-ખેડૂત પોર્ટલ બાગાયતી યોજના | Ananas Tissue Sahay iKhedut Portal Bagayati Yojana Gujarat Form Apply Online

  • નમસ્કર મિત્રો આજે આપણે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે i-ખેડૂત પોર્ટલ પર ઘણી બધી i-ખેડૂત પોર્ટલ બાગાયતી યોજનાઓ બહાર પાડવામાં આવી છે. જેમાંની એક અનાનસ (ટીસ્યુ) માટેની સહાય | i-ખેડૂત પોર્ટલ બાગાયતી યોજના | Ananas Tissue Sahay iKhedut Portal Bagayati Yojana Gujarat Form Apply Online વિશે જાણીએ.

અનાનસ (ટીસ્યુ) માટેની સહાય | i-ખેડૂત પોર્ટલ બાગાયતી યોજના | Ananas Tissue Sahay iKhedut Portal Bagayati Yojana Gujarat Form Apply Online

  • ગુજરાત સરકારના જે ખેડૂતો અનાનસ ખેતી તરફ આકર્ષિત થયા છે. આજ માટે સરકાર દ્વારા એક સહાય યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજનાનો હેતુ એ એવા ખેડૂતને લાભ આપવો કે, જે અનાનસની ખેતી કરે છે અને તેમણે સહાય પૂરી પાડવી.

અનાનસ (ટીસ્યુ) માટેની સહાય યોજનાની પાત્રતા અને નિયમો

  • અનાનસ (ટીસ્યુ) માટેની સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે  નીચે મુજબ છે.
  1. આ યોજનામાં સામાન્ય,અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  2. આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
  3. ખેડૂતે આ યોજનામાં પ્લાન્ટીંગ મટેરીયલ માટે NHB દ્વારા એક્રીડેશન થયેલ/કૃષિ યુનિ./બાગાયત ખાતાની નર્સરીઓમાંથી તેમજ ટીસ્યુકલ્ચર પ્લાન્ટીંગ મટેરીયલ (રોપા) માટે DBT દ્વારા માન્ય/ એક્રીડેશન થયેલ ટીસ્યુ લેબ, GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદ કરવાનું રહેશે.
  4. યોજનામાં ખેડૂતને સહાયમાં બે હપ્તા (75:25) મળશે.
  5. અનુ. જાતિના ખેડૂત કે જે M.I.S. એટલે કે Micro Irrigation System અપનાવેલ હોય તેવા ખેડૂતને Priority આપવાની રહેશે.
  6. જે તે ખેડૂત બાગાયતી પાકોનાં વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ કરાવવાની રહેશે.
  7. જો વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારના તલાટીનો તે બાબતનો દાખલો ખેડુતે રજુ કરવાનો રહેશે.
  8. ખેડૂતે નવી ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.
  9. આ માટે તમારે GGRC નો સંપર્ક કરવાનો રહેશે.
  10. ખેડૂત લાભાર્થી દીઠ 4 હેક્ટરની મર્યાદામાં રાખવામાં આવી છે.

અનાનસ (ટીસ્યુ) માટેની સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

  • આ યોજના હેઠળ જુદી-જુદી જ્ઞાતિઓને અલગ અલગ લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
  1. અનુસુચિત જાતિ ખેડૂતો માટે : પ્રતિ હેક્ટર 5.50 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 2.20 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. પ્રતિ હેક્ટર 1.25 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિનાખર્ચના 40% અથવા મહત્તમ રૂ.  0.50 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.
  2. અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે : પ્રતિ હેક્ટર 5.50 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 50%અથવા મહત્તમ રૂ. 2.75 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. પ્રતિ હેક્ટર 1.25 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના 50% અથવા મહત્તમ રૂ. 62,500. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.
  3. સામાન્ય જાતિના ખેડૂતો માટે : પ્રતિ હેક્ટર 5.50 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 2.20 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. પ્રતિ હેક્ટર 1.25 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 0.50 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.

અનાનસ (ટીસ્યુ) માટેની સહાય માટે કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

  • i-ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજના ચાલતી અનાનસ (ટીસ્યુ) માટેની સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.
  1. ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  2. આધારકાર્ડની નકલ (Aadhar Card)
  3. જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  4. જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  5. રેશનકાર્ડની નકલ (Ration Card)
  6. જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  7. લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  8. ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  9. લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  12. મોબાઈલ નંબર
  13. બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક

અનાનસ (ટીસ્યુ) માટેની સહાય યોજના ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • જો તમે પણ અનાનસ (ટીસ્યુ) માટેની સહાયનો લાભ મેળવવા માગો છો, તે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.
  1. સૌપ્રથમ Ikhedut ની ઓફિશિયલ વેબસાઈટ ખોલો.
  2. ત્યાર બાદ Home Page પર દેખાતા “યોજના” પર ક્લિક કરો.
  3. ત્યાર બાદ“બાગાયતી યોજનાઓ’ પર Click કરવી પડશે.
  4. જેમાં નંબર-3 પર અનાનસ (ટીસ્યુ) પર ‘અરજી કરો’ પર ક્લિક કરો.
  5. જો તમે OnlineRegistration કરેલ હોય તો આધારકાર્ડ અને મોબાઇલ નંબર નાખો.
  6. લાભાર્થીએ i-khedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘NO’ સિલેકટ કરવું.
  7. હવે ‘નવી અરજી કરવા ક્લિક કરો’ પર ક્લિક કરો.
  8. માહિતી ભર્યા બાદ અરજી Save કરો ના Option પર ક્લિક કરો.
  9. એક વાર અરજી Confirm થયા બાદ Application માં કોઈ પણ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.

અનાનસ (ટીસ્યુ) માટેની સહાય માટે વારંવાર પૂછાતા પ્રશ્નો

અનાનસ (ટીસ્યુ) માટેની સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે?

  • અનાનસ (ટીસ્યુ) માટેની સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/  છે.

અનાનસ (ટીસ્યુ) માટેની સહાય માટે અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

  • અનાનસ (ટીસ્યુ) માટેની સહાય યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ 31/05/2023 છે.


Rate this article

Loading...

Post a Comment

© Gujarat Information. All rights reserved.