સાત ફેરા સમુહ લગ્ન યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું - Sat Fera Samuh Lagna Yojana Online Apply, eligibility, documents, time period Form PDF Gujarat

સાત ફેરા સમુહ લગ્ન યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું - Sat Fera Samuh Lagna Yojana Online Apply, eligibility, documents, time period Form PDF Gujarat

  • નમસ્કર મિત્રો આજે આપણે લગ્ન જેવા સામાજીક પ્રસંગોએ લોકો દ્વારા દેખાદેખી બિનજરુરી ખર્ચ કરવામાં આવતો હોય છે. આવા પ્રસંગે તેઓ દેવું કરીને પણ ખર્ચ કરે છે અને પછી આર્થિક મુશ્કેલીઓ વેઠે છે. લોકો જો સમુહ લગ્નની પ્રથા અપનાવે તો વ્યકતિગત લગ્ન પ્રસંગે થતો બિનજરુરી ખર્ચ નિવારી શકાય અને આર્થિક રીતે વિકાસ કરી શકે તે માટે સમુહ લગ્નોમાં ભાગ લેનાર યુગલોને યુગલદીઠ ગુજરાત સરકાર દ્વારા સાત ફેરા સમુહ લગ્ન (Sat Fera Samuh Lagna Yojana) સરકારી યોજના હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોને સહાય આપવામાં આવે છે. તો ચાલો સાત ફેરા સમુહ લગ્ન યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું  - ડોક્યુમેન્ટ - Sat Fera Samuh Lagna Yojana Online Apply, eligibility, documents, time period Form PDF Gujarat વગેરે માહિતી મેળવીએ.

Sat Fera Samuh Lagna Yojana Details in Gujarati

સાત ફેરા સમુહ લગ્ન યોજનાનો કોણ લાભ લઇ શકે છે? - Sat Fera Samuh Lagna Yojana Eligibility

  • સાત ફેરા સમુહ લગ્ન યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર
  • સાત ફેરા સમુહ લગ્ન યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા ૧૦ નવયુગલનો સમૂહલગ્ન કાર્યક્ર્મ આયોજક સંસ્થાએ યોજવાનો રહે છે.
  • કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ થયેલ હોવી જોઇએ.
  • આવક મર્યાદાનું ધોરણ ૬,૦૦,૦૦૦/- નિયત થયેલ છે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય છે.
  • સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાતફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહે છે.

સાત ફેરા સમુહ લગ્ન યોજના ડોક્યુમેન્ટ - Sat Fera Samuh Lagna Yojana Documents List in gujarati

યુગલના રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

  • સંસ્થાનું નોંધણી અંગેનું પ્રમાણપત્ર 
  • બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકના પાનાની નકલ / રદ કરેલ ચેક(સંસ્થાના નામનો) 
  • કન્યાનું આધારકાર્ડ 
  • કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો 
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર 
  • બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકના પાનાની નકલ અથવા કેન્સલ ચેક (યુવતીના નામનું)

સાત ફેરા સમુહ લગ્ન યોજનામાં કેટલા રૂપિયા સહાય મળે? - Sat Fera Samuh Lagna Yojana amount

  • સાત ફેરા સમુહ લગ્ન યોજના હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોના યુગલને યુગલદીઠ રૂ 12,000/- કન્યાના નામે અને આયોજક સંસ્થાને યુગલદીઠ રૂ 3000/- લેખે વધુમાં વધુ રૂ 75,000 ની મર્યાદામાં પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.

સાત ફેરા સમુહ લગ્ન યોજના (Sat Fera Samuh Lagna Yojana) નો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા જોઈએ? 

  • સાત ફેરા સમુહ લગ્ન યોજનાનો લાભ લેવા આવક મર્યાદા રૂ 6,00,000/- છે.

Sat Fera Samuh Lagna Yojana Time Period

  • લગ્ન થયા પછી બે વર્ષ સમયમર્યાદામાં 

સાત ફેરા સમુહ લગ્ન યોજના (Sat Fera Samuh Lagna Yojana) નો લાભ લેવા માટે શું કરવું ?

  • સાત ફેરા સમુહ લગ્ન યોજના (Sat Fera Samuh Lagna Yojana) નો લાભ લેવા માટે ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર જઇને સાત ફેરા સમુહ લગ્ન યોજનાનું ફોર્મ ભરવું પડે અને તેમાં ઉપર જણાવેલ આધાર પુરાવા રજુ કરવાના રહે છે.

સાત ફેરા સમુહ લગ્ન યોજના (Sat Fera Samuh Lagna Yojana) ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

  • સાત ફેરા સમુહ લગ્ન યોજના (Sat Fera Samuh Lagna Yojana) ઓફિસીયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in છે.

સાત ફેરા સમુહ લગ્ન યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું - Sat Fera Samuh Lagna Yojana online apply

  • સ્ટેપ 1 : સાત ફેરા સમુહ લગ્ન યોજના (Sat Fera Samuh Lagna Yojana) નો લાભ લેવા માટે સૌ પ્રથમ ઇ સમાજ કલ્યાણ પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in પર જઈને e samaj kalyan gujarat registration કરવું. (જો તમે registration કરેલું હોય તો Login કરો)
  • સ્ટેપ 2 : ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર લોગીન કર્યા પછી તમે વિકસતી જાતિ કલ્યાણ પર ક્લિક કરો.
  • સ્ટેપ 3 : તેમાં સાત ફેરા સમુહ લગ્ન યોજના પર ક્લિક કરો.








Rate this article

Loading...

Post a Comment

© Gujarat Information. All rights reserved.