માઇ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમુહ લગ્ન યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું - Mai Ramabai Ambedkar Sat Fera Samuh Lagna Yojana Online Apply, eligibility, documents, time period Form PDF Gujarat

માઇ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમુહ લગ્ન યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું - Mai Ramabai Ambedkar Sat Fera Samuh Lagna Yojana Online Apply, eligibility
  • નમસ્કર મિત્રો આજે આપણે લગ્ન જેવા સામાજીક પ્રસંગોએ લોકો દ્વારા દેખાદેખી બિનજરુરી ખર્ચ કરવામાં આવતો હોય છે. આવા પ્રસંગે તેઓ દેવું કરીને પણ ખર્ચ કરે છે અને પછી આર્થિક મુશ્કેલીઓ વેઠે છે. લોકો જો સમુહ લગ્નની પ્રથા અપનાવે તો વ્યકતિગત લગ્ન પ્રસંગે થતો બિનજરુરી ખર્ચ નિવારી શકાય અને આર્થિક રીતે વિકાસ કરી શકે તે માટે સમુહ લગ્નોમાં ભાગ લેનાર યુગલોને યુગલદીઠ ગુજરાત સરકાર દ્વારા માઇ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમુહ લગ્ન યોજના (Mai Ramabai Ambedkar Sat Fera Samuh Lagna Yojana) સરકારી યોજના હેઠળ અનુસૂચિત જાતિના લોકોને સહાય આપવામાં આવે છે. તો ચાલો માઇ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમુહ લગ્ન યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું  - ડોક્યુમેન્ટ - Mai Ramabai Ambedkar Sat Fera Samuh Lagna Yojana Online Apply, eligibility, documents, time period Form PDF Gujarat વગેરે માહિતી મેળવીએ.

Mai Ramabai Ambedkar Sat Fera Samuh Lagna Yojana Details in Gujarati

માઇ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમુહ લગ્ન યોજનાનો કોણ લાભ લઇ શકે છે? - Mai Ramabai Ambedkar Sat Fera Samuh Lagna Yojana Eligibility

  • માઇ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમુહ લગ્ન યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને લગ્‍નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે) ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.
  • પુન: લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે નહી. 
  • કન્યાની વયમર્યાદા લગ્ન સમયે 18 વર્ષ અને યુવકની વય 21 વર્ષ હોવી જોઇએ.
  • માઇ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમુહ લગ્ન યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ1,20,000/- અને શહેરી વિસ્તારમાં રૂ. 1,50,000 છે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે. 
  • સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.

માઇ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમુહ લગ્ન યોજના ડોક્યુમેન્ટ - Mai Ramabai Ambedkar Sat Fera Samuh Lagna Yojana Documents List in gujarati

સંસ્થાના રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

  • જિલ્લા નાયબ નિયામક/જિલ્લા સ.અ (અનુસૂચિત જાતિ) ને અગાઉથી લેખિત જાણ કરેલ હોય તે પત્ર 
  • સંસ્થાનું નોંધણી અંગેનું પ્રમાણપત્ર 
  • આમંત્રણ પત્રિકા / કંકોત્રી 
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક

યુગલના રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

  • લગ્નની કંકોત્રી 
  • સમૂહ લગ્નના આયોજકોએ આપવાનું થતું પ્રમાણપત્ર 
  • કન્યાના પિતાનો આવકનો દાખલો. (સક્ષમ અધિકારીનો) 
  • યુવક /યુવતીના શાળા છોડયાના પ્રમાણપત્રો/ જન્મ નોંધણીનો દાખલો/ ઉંમરના પુરાવા/ સરકારી તબીબી પ્રમાણપત્ર. (કોઈપણ એક પુરાવો) 
  • જાતિનો દાખલો

માઇ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમુહ લગ્ન યોજનામાં કેટલા રૂપિયા સહાય મળે? - Mai Ramabai Ambedkar Sat Fera Samuh Lagna Yojana amount

  • માઇ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમુહ લગ્ન યોજના હેઠળ અનુસૂચિત જાતિના યુગલને યુગલદીઠ રૂ 12,000/- કન્યાના નામે અને આયોજક સંસ્થાને યુગલદીઠ રૂ 3000/- લેખે વધુમાં વધુ રૂ 75,000 ની મર્યાદામાં પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.

માઇ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમુહ લગ્ન યોજના (Mai Ramabai Ambedkar Sat Fera Samuh Lagna Yojana) નો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા જોઈએ? 

  • માઇ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમુહ લગ્ન યોજનાનો લાભ લેવા વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ1,20,000 /- અને શહેરી વિસ્તારમાં રૂ 1,50,000 મળવા પાત્ર છે.

Mai Ramabai Ambedkar Sat Fera Samuh Lagna Yojana Time Period

  • લગ્ન થયા પછી બે વર્ષ સમયમર્યાદામાં 

માઇ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમુહ લગ્ન યોજના (Mai Ramabai Ambedkar Sat Fera Samuh Lagna Yojana) નો લાભ લેવા માટે શું કરવું ?

  • માઇ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમુહ લગ્ન યોજના (Mai Ramabai Ambedkar Sat Fera Samuh Lagna Yojana) નો લાભ લેવા માટે ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર જઇને માઇ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમુહ લગ્ન યોજનાનું ફોર્મ ભરવું પડે અને તેમાં ઉપર જણાવેલ આધાર પુરાવા રજુ કરવાના રહે છે.

માઇ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમુહ લગ્ન યોજના (Mai Ramabai Ambedkar Sat Fera Samuh Lagna Yojana) ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

  • માઇ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમુહ લગ્ન યોજના (Mai Ramabai Ambedkar Sat Fera Samuh Lagna Yojana) ઓફિસીયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in છે.

માઇ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમુહ લગ્ન યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું - Mai Ramabai Ambedkar Sat Fera Samuh Lagna Yojana online apply

  • સ્ટેપ 1 : માઇ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમુહ લગ્ન યોજના (Mai Ramabai Ambedkar Sat Fera Samuh Lagna Yojana) નો લાભ લેવા માટે સૌ પ્રથમ ઇ સમાજ કલ્યાણ પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in પર જઈને e samaj kalyan gujarat registration કરવું. (જો તમે registration કરેલું હોય તો Login કરો)
  • સ્ટેપ 2 : ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર લોગીન કર્યા પછી તમે અનુસૂચિત જાતિ કલ્યાણ પર ક્લિક કરો.
  • સ્ટેપ 3 : તેમાં માઇ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમુહ લગ્ન યોજના પર ક્લિક કરો.








Rate this article

Loading...

Post a Comment

© Gujarat Information. All rights reserved.