ઈ સમાજ કલ્યાણ પોર્ટલ - e Samaj Kalyan Portal Yojana Gujarat Form Registration, Login, Application Status Check Online

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ - e Samaj Kalyan Portal Yojana Gujarat Form Registration, Login, Application Status Check Online, gujarat information
  • નમસ્કર મિત્રો આજે આપણે ગુજરાત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરેલ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ (e Samaj Kalyan Portal) ની ઓફિસિઅલ વેબસાઈટ જેમાં તમે ગુજરાતની સરકાર યોજનાઓ વિશે જાણી શકશો અને તે બધી યોજનાઓમાં ફોર્મ પણ ભરી શકશો. 
  • તો ચાલો આજે આપણે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ - e Samaj Kalyan Portal Yojana, Registration, Login, application status check કેવી રીતે કરવું તે જાણીએ.

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ - e Samaj Kalyan Portal (SJED) esamajkalyan.gujarat.gov.in

  • ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ એટલે કે Social Justice and Empowerment Department (SJED) . સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું મુખ્ય કાર્ય પછાત વર્ગના વ્યક્તિઓનો આર્થિક વિકાસ અને સશક્તિકરણ કરવાનો છે. અનુસૂચિત જાતિ વિકસતી જાતિ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો લઘુમતિ સમુદાયો શારીરિક અને માનસિક ક્ષતિ ધરાવતી વ્યક્તિઓ આ વિભાગ દ્વારા અનાથ, નિરાધાર વ્યક્તિઓ, ભિક્ષુક અને વૃદ્ધ વ્યક્તિઓ ના કલ્યાણ માટે યોજનાઓ અમલ માં આવી રહી છે.
  • ગુજરાત સરકાર દ્વારા શરૂ કરેલી યોજનાઓનો લાભ લેવા માટે ગુજરાતના વ્યક્તિઓને કચેરીએ ધક્કા ન ખાવા પડે તે માટે તે લોકો ઘરે બેઠા આરામ થી તેમના મોબાઇલ અથવા લેપટોપ પરથી આ યોજનાનો લાભ લઇ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા એક ઓનલાઇન e samaj kalyan portal શરુ કરવામાં આવેલું છે.

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ - e samaj kalyan Portal Official Website | SJED Official website

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ રજીસ્ટ્રેશન - e samaj kalyan Portal Registration | SJED Registration

  • સ્ટેપ 1 : સૌ પ્રથમ ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ ની ઓફિસિઅલ વેબસાઈટ ઓપન કરો.
    e Samaj Kalyan Portal gujarat

  • સ્ટેપ 2 : ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા  માટે Please Register Here પર ક્લિક કરો.
  • સ્ટેપ 3 : ત્યાર બાદ એક નવું ફોર્મ જોવા મળશે. જેમાં તમારે  '*' કરેલી બધી જ માહિતી ભરવાની રહેશે.
    e samaj kalyan portal registration gujarat

જેમકે,
    1. અરજદારનું  પૂરું નામ (આધારકાર્ડ પ્રમાણે)
    2. અરજદારનું લિંગ પસંદ કરો. 
    3. અરજદારની જન્મ તારીખ પસંદ કરો. 
    4. અરજદારનો આધારકાર્ડ નંબર લખો. 
    5. અરજદારનું Email ID (જો હોય તો) લખો. 
    6. અરજદારની જાતિ પસંદ કરો. 
    7. અરજદારનો મોબાઈલ નંબર લખો. 
    8. તમારો પાસવર્ડ પસંદ કરો. 
    9. પાસવર્ડ ફરીથી લખો. 
  • તમારી બધી માહિતી યોગ્ય રીતે ચકાસીને Register બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 4 :  Register બટન પર ક્લિક કર્યા બાદ એક પેજ ખુલશે, જેમા તમારું નામ, લિંગ, જન્મ તારીખ તથા જાતિની માહિતી  હશે. 
    • જો તે માહિતી બરાબર હોય તો Confirm બટન પર ક્લિક કરો. 
    • જો તે માહિતી બરાબર ના હોય તો Cancel બટન પર ક્લિક કરો અને માહિતી બદલીને Register બટન પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન થયા બાદ તમારું UserID અને Password તમારા મોબાઈલ નબર પર SMS દ્વારા મોકલવામાું આવશે. (જો Email ID ની માહિતી લખી  હશે તો મેઇલમા પણ મોકલવામા આવશે)

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ e Samaj Kalyan Portal Login | SJED Login

  • ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ ની ઓફિસિઅલ વેબસાઈટ ઓપન કરો.
    e samaj kalyan portal login

  • જેમાં જમણી બાજુએ UserID અને Password દાખલ કરો. (ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ ની ઓફિસિઅલ વેબસાઈટમાં રજીસ્ટ્રેશન કર્યા પછી તમારા mobile number અને gmail માં UserID અને Password આવ્યું હશે)
  • ત્યાર બાદ કેપ્ચા કોડ દાખલ કરીને Login બટન પર ક્લિક કરો.
  • હવે તમે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલમાં સફળતા પૂર્વક Login થઇ ગયા હસો.

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ યોજના લિસ્ટ - E Samaj Kalyan Portal Yojana List 2022 | SJED Yojana List in Gujarati


e Samaj Kalyan Application Status Check

  • તમારી કોઈ પણ યોજના માટેની અરજીની સ્થિતિ જાણવા માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર Your Application Status બટન પર ક્લિક કરો.
    e samaj kalyan portal application status check

  • ત્યાર બાદ જે યોજનાની અરજીની સ્થિતિ જાણવી હોય તે યોજનાનો અરજી નબર અને જન્મ તારીખ દાખલ કરીને View Status બટન પર ક્લિક કરો.
    e samaj kalyan portal application status check online

  • View Status બટન પર ક્લિક કરવાથી તમારી અરજીની સ્થિતિ તમારી સ્ક્રીન પર દેખાશે.
    e samaj kalyan portal application status

  • જો તમે બીજી યોજનાની સ્થિતિ જોવા ઇચ્છતા હોય તો Clear બટન પર ક્લિક કરો.

e Samaj Kalyan Forgot User id / Username

  • જો તમે તમારૂ User id ભૂલી ગયા હોય તો ઈ સમાજ કલ્યાણ પોર્ટલમાં Forgot User ID પર ક્લિક કરો.
    e samaj kalyan portal forgot user id

  • ત્યાર બાદ તમારો આધાર નંબર અને જન્મ તારીખ દાખલ કરીને Get UserID પર ક્લિક કરો.
    e samaj kalyan portal forgot user id

  • તમારો UserID તમારા મોબાઈલ પર SMS દ્વારા મોકલવામા આવશે. (ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર તમારા Email-ID ની માહિતી હશે તો ઈમેઈલ દ્વારા પણ મોકલવામા આવશે.)

e Samaj Kalyan Forgot Password

  • જો તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા હોય તો ઈ સમાજ કલ્યાણ પોર્ટલમાં  Forgot Password પર ક્લિક કરો.
    e samaj kalyan portal forgot password

  • તમારું ઈ-સમાજ કલ્યાણ પોર્ટલનું UserID લખો. Send OTP  બટન પર ક્લિક કરો. 
    e Samaj Kalyan Forgot Password

  • નવો પાસવર્ડ જાણવા માટે Reset Password with OTP  બટન પર ક્લિક કરો.

  • ત્યાર બાદ OTP દાખલ કરી New Password સેટ કરીને OK પર ક્લિક કરો.  

  • તમારો નવો પાસવર્ટ તમારા મોબાઈલ પર SMS દ્વારા મોકલવામા આવશે. (ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર તમારા Email-ID ની માહિતી હશે તો ઈમેઈલ દ્વારા પણ મોકલવામા આવશે.)



Rate this article

Loading...

Post a Comment

© Gujarat Information. All rights reserved.