કોમર્શિયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન લેવા ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું - Commercial Pilot Licence Loan Yojana Online Apply, eligibility, documents, time period Form PDF Gujarat

કોમર્શિયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન લેવા ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું - Commercial Pilot Licence Loan Yojana Online Apply, eligibility, documents
  • નમસ્કર મિત્રો આજે આપણે ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતીના અથવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકોની નબળી આથિક અને સામાજિક પરિસ્થિતિના કારણે તેજસ્વી કારકીર્દી ધરાવતા વિદ્યાર્થીઓને કોમર્શિયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન (Commercial Pilot Licence Loan Yojana) મેળવવા ઇચ્છતા ઉમેદવારને આર્થિક મદદરૂપ થવા 25 લાખની લોન 4%ના વ્યાજના દરે આપવામાં આવે છે. તો ચાલો કોમર્શિયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન લેવા ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, ડોક્યુમેન્ટ - Commercial Pilot Licence Loan Yojana Online Apply, eligibility, documents, time period Form PDF Gujarat વગેરે માહિતી મેળવીએ.

Commercial Pilot Licence Loan Yojana Gujarat Details in Gujarati

કોમર્શિયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન યોજનાનો કોણ લાભ લઇ શકે છે? - Commercial Pilot Licence Loan Yojana Eligibility

  • ઉમેદવારે મેટ્રિક્યુલેશન અથવા હાયર સેકન્ડરી અથવા ઇન્ડિયન સ્કુલ ઓફ સર્ટિફીકેટ કેતેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ. તાલીમ આપનાર સંસ્થાએ નક્કી કરેલ બધીજ શૈક્ષણિક , ટેકનીકલ તેમજ અન્ય જરૂરી લાયકાત ધરાવતા હોવા જોઇએ.
  • તાલીમ આ૫નાર દેશ/વિદેશની સંસ્થાએ તાલીમાર્થીના પ્રવેશ માટે જે શરતો નકકી કરી હોય તે તથા તાલીમ માટે જરૂરી તમામ પ્રમાણ૫ત્રો જેવા કે મેડીકલ સર્ટીફીકેટ, ફીટનેસ સર્ટીફીકેટ વગેરે મેળવેલ હોવા જોઇએ.
  • તાલીમાર્થી વિદેશની જે સંસ્થામાં તાલીમ મેળવે તે સંસ્થા તેમના દેશની સરકાર દ્વારા તાલીમ આ૫વા માટે માન્ય થયેલી હોવી જોઇએ તથા આવી તાલીમ બાદ મેળવવામાં આવતા કોમર્શીયલ પાયલટ લાયસન્સ, તે દેશમાં સ્વીકૃત થયેલા હોવા જોઇએ ત્યાર ૫છી ભારતમાં તે લાયસન્સ સ્વીકૃત કરાવવા માટે તાલીમાર્થીએ જરૂરી કાયદેશરની કાર્યવાહી એક વર્ષની અંદર પુરી કરવાની રહેશે.
  • તાલીમ આ૫નાર સંસ્થા તરફથી ઉમેદવારને પ્રવેશ આપ્યા અંગેનો સંમતી૫ત્ર મળ્યા બાદ જ સહાય મંજુર કરવામાં આવશે, તાલીમાર્થીએ તેમની તાલીમ માટે થનાર ખર્ચના અંદાજો જે તે સંસ્થા પાસેથી મેળવી રજુ કરવાના રહેશે.
  • લાભાર્થીએ તાલીમ પુર્ણ કર્યા બાદ તેમની સેવાઓ ભારતમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે આ૫વાની રહેશે. જો તેઓ ૫રદેશમાં સ્થાયી થશે તો આવી સહાયની રકમ સંપુર્ણ૫ણે વ્યાજ સાથે ગુજરાત સરકારને ૫રત કરવાની રહેશે. આમાં કોઇ છુટછાટ મુકવામાં આવશે નહી.
  • તાલીમ લેવા ઇચ્છતા ઉમેદવારના કોઇ સગા સંબંધી વિદેશમાં રહેતા હોય તો તાલીમાર્થીઓને તેઓ દ્વારા નાણાંકીય જવાબદારી માટે પૃરસ્કૃત (SPONSER) કરેલ હોવા જોઇએ નહી. 
  • આ યોજના નીચે આ૫વામાં આવતી રકમ તાલીમ માટે ખરેખર જેટલી રકમની જરૂરત રહેશે તેટલી રકમ પુરતી મર્યાદીત રહેશે. ભારતમાં તાલીમ માટે રકમમાં ટયુશન ફી તથા અન્ય આનુષંગીક ખર્ચનો સમાવેશ થશે. આ બાબતમાં નિયામકશ્રી, અનુસૂચિત જાતી કલ્યાણનો નિર્ણય આખરી ગણાશે. 
  • વિદેશમાં તાલીમ લેવા ઇચ્છતા તાલીમાર્થીઓને આ યોજના હેઠળની રકમ ચુંકવતી વખતે રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા નિયત થયેલા વિનિમય દરે સહાયની રકમ ચુંકવવામાં આવશે. અને તાલીમાર્થીઓના ભથ્થાઓમાં રીઝર્વ બેંકની મંજુરી ૫ણ મેળવવાની રહેશે. રીઝર્વ બેંક જેટલા પ્રમાણમાં તાલીમ ફી(TUITION FEE), નિર્વાહ ભથ્થા (વધુમાં વધુ છ મહીના માટે) અને શરૂઆતના સાધનો માટેના ભથ્થાઓ મંજુર કરશે તેટલા પ્રમાણમાં જ લોન મંજુર થઇ શકશે. 
  • તાલીમાર્થીએ ખરેખર લોનના નાણાં ચુંકવ્યાની તારીખથી એક મહિનાની અંદર તાલીમ શરૂ કરવાની રહેશે. વળી તાલીમાર્થીએ પોતાની તાલીમની પ્રગતીનો ત્રીમાસીક અહેવાલ; તાલીમ આ૫તી સંસ્થામાંથી મેળવીને નિયામકશ્રી, અનુસૂચિત જાતી કલ્યાણ, ગુજરાત રાજય ગાંધીનગરને રજુ કરવાનો રહેશે. 
  • અરજદારને મંજુર કરવામાં આવેલ લોન નિયમિત ભરપાઇ કરવામાં કસુર થશે તો ચડતર હપ્તાઓ સામે 2.5% લેખે દંડનીય વ્યાજ લેવામાં આવશે. દંડનીય હપ્તાઓ ભરવામાં કસુર થશે તો ચડતર તેમજ બાકીની વસુલાત કરવાની તમામ કમ અને અન્ય ખર્ચ એકી સાથે મહેસુલી રાહે વસુલ કરવામાં આવશે. 
  • લેણી બાકી રકમ નિયત સમય કરતાં વહેલી ભરપાઇ કરવા માટે અરજદારને છુટ રહેશે. 
  • આ લોનનો ઉ૫યોગ અરજદાર જો બીજા કોઇ હેતુ માટે કરશે તો લોનની અપાયેલ રકમ ચુકવ્યાની તારીખથી (એક સાથે) દંડનીય વ્યાજ સાથે ૫રત વસુલ લેવામાં આવશે. 
  • લાભાર્થીએ બે યોગ્ય જામીન રજુ કરવાના રહેશે. 
  • લાભાર્થીને લોનની ચુંકવણી થયાની તારીખથી એક વર્ષ ૫છી લોનની વસુલાત શરૂ કરવામાં આવશે. લાભાર્થીએ લોનની ૫રત ચુંકવણી 10 વર્ષમાં મુદલ અને વ્યાજ 2 વર્ષ એમ મળી કુલ 12 વર્ષમાં સંપુર્ણ રકમ વ્યાજ સહીત ભરપાઇ કરવાની રહેશે. તે અનુસાર માસીક હપ્તાની રકમની ગણતરી કરી વસુલાત કરવામાં આવશે.

કોમર્શિયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન યોજનાનો લાભ લેવા ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે - Commercial Pilot Licence Loan Yojana Gujarat Documents List in gujarati

  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદાર ની જાતિ/પેટા જાતિ નો દાખલો
  • શાળા છોડયાનો દાખલો
  • કુટુંબની કુલ વાર્ષિક આવકનો દાખલો
  • શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ (ધો. ૧૦થી છેલ્લી પરીક્ષા સુધીના)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • પ્રવેશ આપવા અંગેનુ સંમતિપત્રક
  • તાલીમ માટે થનાર ખર્ચના અંદાજો
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • જામીનદાર-૧ ના મિલ્કતના આધાર ( ૭/૧૨ ના ઉતારા – ઇન્‍ડેક્ષ) 
  • જામીનદાર-૧ ના મિલ્કતના વેલ્યુએશન સર્ટીફીકેટ 
  • જામીનદાર-૨ ના મિલ્કતના આધાર ( ૭/૧૨ ના ઉતારા – ઇન્‍ડેક્ષ) 
  • જામીનદાર-૨ ના મિલ્કતના વેલ્યુએશન સર્ટીફીકેટ સ્વીકૃતિ પત્ર( નિયત રૂ 50 ના સ્ટેમ પર)  
  • પરિશિષ્ટ -ખ વિદ્યાર્થીનુ જાત -જામીનખત 
  • પરિશિષ્ટ-ડ વિદ્યાર્થીનું સોગંદનામુ 
  • પરિશિષ્ટ - ઘ લોન ભરપાઇ કરવા માટે પાત્રતાનો દાખલો 
  • વિદેશમાં તાલીમ લેવાની હોય તો તાલીમાર્થીના પાસપોર્ટની નકલ, જે તે દેશના વીઝાની નકલ અને એર ટીકીટની નકલ 
  • વિદેશમાં તાલીમ પૂર્ણ કર્યા બાદ ઓછામાં ઓછા પાંચ વર્ષ ભારતમાં સેવા આપશે. તે અંગેની લેખિત બાંહેધરી રજૂ કરવી.(₹. ૧૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર) 
  • પરિશિષ્ટ - ગ જામીનદારના જામીનખતનો નમુનો

કોમર્શિયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન યોજનામાં કેટલા રૂપિયા સહાય મળે? - Commercial Pilot Licence Loan Yojana Amount

  • કોમર્શિયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે 25 લાખ લોન આપવામાં આવે છે.

કોમર્શિયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન યોજનામાં વ્યાજ નો દર કેટલો હોય છે? - Commercial Pilot Licence Loan Yojana Amount Rates

  • કોમર્શિયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન ના વાર્ષિક 4% લેખે સાદુ વ્યાજ. નિયમિત લોન/વ્યાજ ભરવામાં કસુરવાર થયેથી 2.5% લેખે દંડનીય વ્યાજ.

કોમર્શિયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન યોજના (Commercial Pilot Licence Loan Yojana) નો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા જોઈએ?

  • કોઈ પણ આવક મર્યાદા નથી.

Commercial Pilot Licence Loan Yojana Time Peried

  • વિદ્યાર્થીને લોનની ચુકવણી થયાના એક વર્ષ પછી વસુલાત શરૂ કરવામાં આવશે. લોનની રકમની પરત ચુકવણી 10 વર્ષમાં મુદ્દલ અને 2 વર્ષમાં વ્યાજ એમ મળી 12 વર્ષમાં સંપુર્ણ રકમ ભરપાઇ કરવાની રહેશે.

કોમર્શિયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન યોજના (Commercial Pilot Licence Loan Yojana) નો લાભ લેવા માટે શું કરવું ?

  • કોમર્શિયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન યોજના (Commercial Pilot Licence Loan Yojana) નો લાભ લેવા માટે ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર જઇને કોમર્શિયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન યોજનાનું ફોર્મ ભરવું પડે અને તેમાં ઉપર જણાવેલ આધાર પુરાવા રજુ કરવાના રહે છે.

કોમર્શિયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન યોજના (Commercial Pilot Licence Loan Yojana) નો લાભ લેવા માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

  • કોમર્શિયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન યોજના (Commercial Pilot Licence Loan Yojana) નો લાભ લેવા માટે ઓફિસીયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in છે.

કોમર્શિયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન લેવા ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું - Commercial Pilot Licence Loan Yojana Apply Online 

  • સ્ટેપ 1 : કોમર્શિયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન યોજના (Commercial Pilot Licence Loan Yojana) નો લાભ લેવા માટે સૌ પ્રથમ ઇ સમાજ કલ્યાણ પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in પર જઈને e samaj kalyan gujarat registration કરવું. (જો તમે registration કરેલું હોય તો Login કરો)
  • સ્ટેપ 2 : ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર લોગીન કર્યા પછી જો તમે અનુસૂચિત જાતિ માં આવતા હોય તો નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ અને જો તમે વિકસતી જાતિ માં આવતા હોય તો નિયામક વિકસતી જાતિ કલ્યાણ પર ક્લિક કરો.
  • સ્ટેપ 3 : તેમાં કોમર્શિયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન પર ક્લિક કરો.










Rate this article

Loading...

Post a Comment

© Gujarat Information. All rights reserved.