આધાર કાર્ડ નંબર દ્વારા આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું? - Aadhar Card Download by Aadhar Card Number Gujarat Online

આધાર કાર્ડ નંબર કે એનરોલમેન્ટ નંબર દ્વારા આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું? - Aadhar Card Download by Aadhar Card Enrolment Number Gujarat Online

  • આધાર કાર્ડ નંબર દ્વારા આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું : તમે આધાર કાર્ડ નંબર અને આધાર કાર્ડ અરજી સમયે આપવામાં આવેલ એનરોલમેન્ટ નંબર દ્વારા આધાર કાર્ડને ખૂબ જ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.  પાનકાર્ડ અથવા ચુંટણી કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ ની જેમ, Aadhar Card Download by Aadhar Card Number Gujarat Online PDF માં ડાઉનલોડ કરી શકાય છે.
  • જ્યારે તમે પીડીએફ ફાઇલમાં તમારું આધાર ડાઉનલોડ કરો છો, ત્યારે તેને ઇ-આધાર (e aadhar) કહેવામાં આવે છે અને તમારું ઇ-આધાર તમારા અસલ હાર્ડ આધાર કાર્ડ જેટલું જ માન્ય છે. જો તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો તો તમારી પાસે આધાર એનરોલમેન્ટ નંબર અથવા આધાર કાર્ડ નંબર હોવો જરૂરી છે.
  • ઇ-આધાર કાર્ડ - e aadhar Card : ઈ-આધાર એ આધાર કાર્ડની પાસવર્ડ સુરક્ષિત ઈલેક્ટ્રોનિક કોપી છે, જે UIDAI ના સક્ષમ અધિકારી દ્વારા ડિજિટલી હસ્તાક્ષરિત છે.

  • ઈ-આધાર કાર્ડ (e aadhar card) એ તમારા મૂળ આધાર કાર્ડની ઈલેક્ટ્રોનિક અને ડિજિટલ કોપી છે. આ ઈ-આધાર કાર્ડમાં, તમારા અસલ આધાર કાર્ડની જેમ, તમારી બાયોમેટ્રિક વિગતો, વ્યક્તિગત વિગતો, આધાર કાર્ડ નંબર, ફોટો, નામ, જન્મ તારીખ, સરનામું વગેરે તમામ જરૂરી માહિતી હોય છે. તે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જારી કરાયેલ 12 અંક નંબરનું એક અનન્ય ઓળખ કાર્ડ છે. આ આધાર કાર્ડ  તમારા મૂળ રહેઠાણ અને ઓળખ પુરાવા બંનેમાં ઉપયોગી છે, તેથી આધાર કાર્ડ દરેક જગ્યાએ ઉપયોગમાં લેવાતો સામાન્ય દસ્તાવેજ છે.

આધાર કાર્ડ નંબરમાંથી આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું - Aadhar Card Download by Aadhar Card Number Gujarat Online

  • મિત્રો, ડાઉનલોડ કરવાની વાત કરીએ તો, તમે આધાર કાર્ડને ઘણી રીતે ડાઉનલોડ કરી શકો છો, પરંતુ આજે આપણે આધાર કાર્ડ નંબર અને એનરોલમેન્ટ નંબર દ્વારા આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તે વિશે વાત કરીશું. તમે આ ઈ-આધાર કાર્ડને ઓનલાઈન ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ આઉટ પણ મેળવી શકો છો.

આધાર કાર્ડ નંબર દ્વારા આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું

  • આ ઓનલાઈન સુવિધા તે વ્યક્તિઓ માટે છે જેમણે પોતાના આધાર કાર્ડ માં થોડું અપડેટ કર્યું છે અથવા જેમનું આધાર કાર્ડ પહેલેથી જ બની ગયું છે. તે તમામ લોકો આધાર કાર્ડ નંબર થી પીડીએફ ફાઇલમાં તેમના આધાર કાર્ડને ડાઉનલોડ કરી શકે છે.
    • સ્ટેપ 1 : સૌ પ્રથમ UIDAI ની ઓફિશિયલ વેબસાઈટ https://uidai.gov.in/ પર ક્લિક કરો.
    • સ્ટેપ 2 : હવે તમારી સામે UIDAI વેબસાઇટનું હોમ પેજ ખુલ્યું છે, જેમાં તમે MY Aadhar પર ક્લિક કરો અને Download Aadhaar પર ક્લિક કરો .
    • સ્ટેપ 3 : હવે Aadhar Number સાથેના વિકલ્પ પર ક્લિક કરો.
    • સ્ટેપ 4 : તમારો આધાર કાર્ડ નંબર અહીં દાખલ કરો અને જો તમે I want a masked Aadhaar પર ક્લિક કરશો તો તમારા આધાર કાર્ડ નંબરો છુપાવવામાં આવશે. અને જો તમે ક્લિક નહીં કરો, તો તમારૂ આધાર કાર્ડ મૂળ આધાર કાર્ડ જેવું જ હશે.
    • સ્ટેપ 5 : હવે કેપ્ચા દાખલ કરો અને Send OTP પર ક્લિક કરો.
    • સ્ટેપ 6 : હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર એક OTP નંબર આવ્યો છે, તેને અહીં દાખલ કરો.
    • સ્ટેપ 7 : હવે Verifiy and Download પર ક્લિક કરીને તમારું ઈ -આધાર કાર્ડ ડાઉનલોડ કરો. તે પાસવર્ડથી સુરક્ષિત પીડીએફ ફાઇલમાં ઉપલબ્ધ છે.
  • તો આ રીતે તમે તમારા આધાર કાર્ડ નંબરથી તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
  • નોંધ : પીડીએફ ફાઇલમાં ડાઉનલોડ ઇ-આધાર કાર્ડ ખોલવા માટે તમારે પાસવર્ડની જરૂર પડશે. તો તમારો ઈ-આધાર પાસવર્ડ એ ધારો કે તમારું નામ AMITBHAI છે અને તમારી જન્મ તારીખ 1/1/2001 છે, તો તમારો ઈ-આધાર પાસવર્ડ AMIT2001 હશે. એટલે કે, તમારા નામના ચાર અક્ષરો સાથે, તમારું જન્મ વર્ષ હશે.

એનરોલમેન્ટ નંબર દ્વારા આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું - Aadhar Card Download by Enrolment Number Gujarat Online 

  • આ સુવિધા એવા લોકો માટે છે જેમણે તાજેતરમાં આધાર કાર્ડ માટે અરજી કરી છે અને તેમની પાસે માત્ર એનરોલમેન્ટ નંબર છે, તે બધા લોકો તેમના આધાર કાર્ડ ને ઈ-આધાર માં ડાઉનલોડ પણ કરી શકે છે. તો ચાલો એનરોલમેન્ટ નંબર દ્વારા આધારકાર્ડ કેવી રીતે મેળવવું તેના વિશે જાણીએ.

    • સ્ટેપ 1 : સૌ પ્રથમ UIDAI ની ઓફિશિયલ વેબસાઈટ https://uidai.gov.in/ પર ક્લિક કરો.
    • સ્ટેપ 2 : હવે તમારી સામે UIDAI વેબસાઇટનું હોમ પેજ ખુલ્યું છે, જેમાં તમે MY Aadhar પર ક્લિક કરો અને Download Aadhaar પર ક્લિક કરો .
    • સ્ટેપ 3 : હવે Enrolment ID (EID) સાથેના વિકલ્પ પર ક્લિક કરો.
એનરોલમેન્ટ નંબર દ્વારા આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું - Aadhar Card Download by Enrolment Number Gujarat Online

    • સ્ટેપ 4 : જ્યારે તમે આધાર કાર્ડ માટે અરજી કરી હતી, ત્યારે તમને એક સ્લિપ આપવામાં આવી હતી, તે સ્લિપમાંથી 14 અંકનો એનરોલમેન્ટ નંબર દાખલ કરો.
    • સ્ટેપ 5 : હવે કેપ્ચા દાખલ કરો અને Send OTP પર ક્લિક કરો.
    • સ્ટેપ 6 : હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર એક OTP નંબર આવ્યો છે, તેને અહીં દાખલ કરો.
    • સ્ટેપ 7 : હવે Verifiy and Download પર ક્લિક કરીને તમારું ઈ -આધાર કાર્ડ ડાઉનલોડ કરો. તે પાસવર્ડથી સુરક્ષિત પીડીએફ ફાઇલમાં ઉપલબ્ધ છે.
  • તો આ રીતે તમે તમારા આધાર કાર્ડ નંબરથી તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
  • નોંધ : પીડીએફ ફાઇલમાં ડાઉનલોડ ઇ-આધાર કાર્ડ ખોલવા માટે તમારે પાસવર્ડની જરૂર પડશે. તો તમારો ઈ-આધાર પાસવર્ડ એ ધારો કે તમારું નામ AMITBHAI છે અને તમારી જન્મ તારીખ 1/1/2001 છે, તો તમારો ઈ-આધાર પાસવર્ડ AMIT2001 હશે. એટલે કે, તમારા નામના ચાર અક્ષરો સાથે, તમારું જન્મ વર્ષ હશે.

આધાર કાર્ડ ડાઉનલોડ : ક્લિક કરો...

આભાર, આભાર, આભાર…

Rate this article

Loading...

Post a Comment

© Gujarat Information. All rights reserved.