ગુજરાતી વ્યાકરણ : દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દપ્રયોગ

ગુજરાતી વ્યાકરણ : દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દપ્રયોગ, gujarati vyakaran grammar, dvirukti ane ravanukari shabd prayog,

ગુજરાતી વ્યાકરણ : દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દપ્રયોગ

dvirukti-ane-ravanukari-shabd-prayog-gujarati
dvirukti-ane-ravanukari-shabd-prayog


  • ભાષામાં રૂપોનાં સંયોજનો દ્વારા વિવિધ પ્રકારની શબ્દરચનાઓ થાય છે. 
  • આ શબ્દરચનાઓમાં એવી પણ કેટલીક રચનાઓ થાય છે કે જેમાં રમણીયતાનું તત્ત્વ હોય છે. 
  • એકના એક પ્રકારના કે એકબીજાને મળતા આવતા ધ્વતિઓનું અનુસરણ એમાં પ્રાસનું તત્ત્વ જન્માવે છે. 
  • આરોહ-અવરોહની આવી સુરાત્મક્તાલયાત્મકતા ભાષાને આકર્ષક બનાવે છે. 
  • આપણી બોલચાલની ભાષામાં આવી અનેક ખૂબીઓ જોવા મળે છે. 
  • તમે જૂઓ, અહીં પણ જે 'બોલચાલ' એવો શબ્દપ્રયોગ થયો તે ‘બોલ’ એટલે જે બોલાય તે, 'બોલવું' તે અને ‘ચાલ’ એટલે 'રિવાજ'.
  • જે રીતરસમ પોતે આવા બે શબ્દો ભેગા મળીને 'બોલચાલ' એવો નવો શબ્દપ્રયોગ થયો છે. 
  • દરેક ભાષામાં અસરકારક અને સરસ રીતે વ્યક્ત થવાની ક્ષમતા હોય છે. 
  • પોતાની અભિવ્યક્તિને અસરકારક બનાવવા દરેક વ્યક્ત ક્યારેક ધ્વનિએકમોને, ક્યારેક શબ્દએકમોને તો ક્યારેક અર્થએકમોને એના એ સ્વરૂપે અથવા તો થોડા વિકાર સાથે બેવડાવે છે. 
  • એ રીતે પોતાની ભાષાને પ્રાસતત્વથી, લયથી એમ વિભિન્ન રીતે સુંદર બનાવવાનો પ્રયત્ન કરે છે. 
  • ભાષામાં દ્વિરુક્ત પ્રયોગો અને રવાનુકારી શબ્દો આ આદતનું જ સુંદર પરિણામ છે.


દ્વિરુક્ત શબ્દપ્રયોગ

  • ‘દ્વિ' એટલે બે અને ‘ઉક્તિ' એટલે બોલાયેલું તે. અર્થાત્‌ 'દ્વિરુક્ત' એટલે જે બે વખત બોલાય છે તે, 

જેમ કે

  • ઠેરઠેર, ગરમાગરમ, લાડુબાડુ, ગલ્લાંતલ્લાં, ચોપડીબોપડી, પેનબેન, લેસનબેસન, ભજનબજન, ભાગંભાગ, દોડાદોડી, ગાળાગાળી, મારામારી વગેરે શબ્દપ્રયોગો દ્વિરુક્ત પ્રયોગોના ઉદાહરણો છે. 

ઉદાહરણો :

  • ઠેરઠેર ખાડા પડી ગયા છે. 
  • ગરમાગરમ ભોજન તૈયાર છે.
  • લાડુબાડુ મળશે કે નહિ ?
  • હિરેને ગલ્લાંતલ્લાં કરવા માંડ્યાં.
  • ચોપડીબોપડી વાંચવી જોઈએ.
  • પેનબેન રાખો છો ખરાં ?
  • લેસનબેસન લખવા બેસો. 
  • સવારે ભજનબજન કરવાં જોઈએ.
  • ગીતબીત ગાતાં આવડે છે ?
  • ખોટી દોડાદોડી ન કરશો.
  • વિધાર્થીઓ વર્ગમાં મારામારી કરતાં હતો.
  • બાળકો તેઓને રમવા માટે વારંવાર પૂછતાં હતાં.


દ્વિરુક્ત પ્રયોગોના મુખ્ય ભેદ આ મુજબ છે :

(1) સંપૂર્ણ દ્વિરુક્તિવાળા પ્રયોગો : 

  • ઘેરધેર, માંડમાંડ, મનમાંમનમાં, પાંચપાંચ, ધીમેધીમે, વારંવાર, વગેરે શબ્દપ્રયોગોમાં એકનું એક રૂપ સમગ્ર રૂપમાં બેવડાય છે. આવા પ્રયોગોને સંપૂર્ણ દ્વિરુક્તિવાળા પ્રયોગો કહે છે.

(2) અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિ :

  • કેટલાક દ્વિરુક્ત પ્રયોગોમાં એકનું એક રૂપ બેવડાતું હોય, પણ તેમાંથી કોઈ ધ્વનિનો લોપ થતો હોય. 

જેમ કે

  • 'આટઆટલું' એમાં 'આટલું આટલું'ને સ્થાને 'લું' ધ્વનિનો લોપ થઈને 'આટઆટલું' દ્વિરુક્ત પ્રયોગ થયો છે. 'કેટકેટલું'માં પણ એવો જ પ્રયોગ છે. જેને અમુક અંશના લોપવાળી ઢદ્રિરુક્તિ કહેવાય. 
  • આ સિવાય રાતોરાત, ભારોભાર, બારોબાર, ઊપરાઊપરી, વખતોવખત, ચૂપચાપ, ઝપાઝપી વગેરેમાં અમુખ અંશના લોપવાળી દ્રિરુક્તિ જોવા મળે છે. 

(3) પ્રાસતત્વવાળા દ્વિરુક્ત પ્રયોગ : 

  • પ્રાસતત્વવાળા દ્વિરુક્ત પ્રાસ માટે પ્રયોજાયેલા હોય છે. એમાં બે રૂપ જોડાય ત્યારે કાં તો બન્ને રૂપ સાર્થક હોય, કાં તો આગળનું રૂપ સાર્થક હોય અને પાછળનું રૂપ માત્ર પ્રાસ માટે પ્રયોજાયું હોય, અથવા તો પાછળનું રૂપ સાર્થક હોય અને આગળનું રૂપ માત્ર પ્રાસ માટે પ્રયોજાયું હોય છે. 

જેમ કે

બંને રૂપ સાર્થક હોય

  • તોડફોડ, ખાધુંપીધું, ચડતીપડતી, આવકજાવફ, આગળપાછળ, જ્યાંત્યાં વગેરે.

પ્રથમરૂપ સાર્થક હોય

  • ઘરબર, લાકડીબાકડી, ચોપડીબોપડી, કાગળબાગળ, કામબામ, માથુંબાથું, વાળબાળ, પેનબેન, શાક્બાક, પાણીબાણી, ઠંડુબંડુ વગેરેમાં પ્રથમરૂપ સાર્થક બને છે જ્યારે બીજારૂપનો અર્થ પ્રાપ્ત થતો નથી. 

બીજુંરૂપ સાર્થક હોય

  • જંતરમંતર, આડોશીપાડોશી, આમનેસામને, આસપાસ, આજુબાજુ વગેરેમાં બીજું રૂપ સાર્થક થયેલું જોવા મળે છે. 

(4) સંયોજકોવાળા દ્વિરુક્ત પ્રયોગો : 

  • કેટલાક દ્વિરુક્ત પ્રયોગોમાં બે રૂપો જોડાતાં હોય અને જોડનાર તત્ત્વ તરીકે વચ્ચે સંયોજક આવે ત્યારે વિશેષ પ્રકારના દ્વિરુક્ત પ્રયોગો થાય છે. આ, એ, ઓ, અં વગેરે સંયોજકો વચ્ચે મુકવાથી આવા પ્રયોગો થાય છે. 
    • : દોડાદોડી, ગાળાગાળી, ગરમાગરમ, હસાહસ, બુમાબુમ, રાડારાડી, પડાપડી, મારામારી વગેરે. 
    • : ઘેરઘેર, ગામેગામ, ચોખ્ખેચોપ્ખું, આખેઆખું, ખાધેપીધે વગેરે. 
    • : રાતોરાત, ભારોભાર, બારોબાર, ઉત્તરોત્તર, મનોમન, હાથોહાથ, ભવોભવ વગેરે. 
    • અં : વારંવાર, ખુલ્લંખુલ્લા, બોલંબોલા, કૂંદકૂદા, ખેંચંખેંચી વગેરે. 

(5) સ્વર કે વ્યંજન ભેદવાળા દ્વિરુક્ત પ્રયોગો:

  • કેટલાક પ્રયોગોમાં વચ્ચે સ્વર કે વ્યંજન દ્વારા ભેદ પાડીને દ્વિરુક્ત રચના કરવામાં આવે છે. 

જેમ કે,

 સ્વરભેદ હોય તેવા પ્રયોગો

  • સાફસૂફી, ઠીકઠાક, ઊપરાઊપરી વગેરે. 

વ્યજનભેદ હોય તેવા પ્રયોગો

  • બોલ્યુંચાલ્યું, લીપ્યુંગૂંપ્યું, નામઠામ વગેરે. 


રવાનુકારી શબ્દપ્રયોગો

  • ‘રવ’ એટલે અવાજ. જે શબ્દપ્રયોગો દ્વારા અવાજનું - નાદનું તત્ત્વ પ્રગટતું હોય તેવા પ્રયોગોને “રવાનુકારી પ્રયોગો' કહે છે.
  • પોતાનું વિશિષ્ટ ભાવસંવેદન કે પોતાની વિશિષ્ટ અનુભૂતિને વ્યક્તિ કરવા ભાષામાં આ પ્રકારના પ્રયોગો થતા હોય છે.
  • ભાષકમાં રહેલી સર્જનાત્મકશક્તિનું એ પરિણામ છે.
  • આપણામાં રહેલી સર્જનાત્મક શક્તિથી દ્રશ્યના, સ્પર્શના, શ્રવણના, સ્વાદના, ગંધના એવા વિશેષ અનુભવોને આપણે આ રીતે માત્ર ધ્વનિઓની વિશિષ્ટ ગોઠવણીથી અભિવ્યક્ત કરી શકીએ છીએ.
  • આવા પ્રાસતત્ત્વથી કે લયતત્ત્વથી ભાષામાં સુંદરતાનું, માધુર્યનું તત્ત્વ ઉમેરાયુ છે; અને એમાંથી અર્થનું દ્રઢિકરણ પણ થતું હોય છે. એ રીતે આપણી ભાષાભિવ્યક્તિ વધુ ધારદાર અને અસરકારક બનાવી શકાય છે.

ઉદાહરણો :

  • દિવાળીના દિવસોમાં ઝળહળ ઝળહળ દીવા થાય. 
  • દરેક બાબતમાં બહુ કચકચ સારી નહિ. 
  • કૂતરીનું ગલુંડિયું દડબડ દડબડ દોડે છે. 
  • બંદૂકમાંથી છનનન કરતી ગોળી છૂટી.
  • ચોમાસામાં ઝબઝબ ઝબઝબ વીજળી ઝબકે છે. 
  • શ્રાવણ માસમાં ઝરમર ઝરમર વરસાદ વરસે છે. 
  • વડ પરથી ટપટપ ટેટા પડવા માંડ્યાં. 
  • ડુંગર પરથી ખળખળ ખળખળ ઝરણાં વહે છે. 
  • મદારીની ડુગડુગી વાગી અને બાળકો ઘરમાંથી દોડી આવ્યા. 
  • દશરથ રાજાએ અંધારામાં બૂડબૂડ અવાજ સાંભળ્યો. 
  • બાળકો ધીમો ધીમો ગણગણાટ કરતાં હતાં. 
  • ઘડિયાળના કાંટા ટકટક અવાજ કરતાં હતાં. 
  • ડુંગરમાંથી ઝરણું અવિરત ખળખળ વહી રહ્યું હતું. 
  • ગામડાંમાં વહેલી સવારે વલોણાનો ઘમ્મર ઘમ્મર અવાજ સાંભળવા મળે. 
  • બગીચામાં રંગબેરંગી ફૂલોનો મઘમઘાટ શરૂ થઈ ગયો હતો.

  • ઉપરના વાક્યોમાં ઝળહળ ઝળહળ, કચકચ, દડબડ દડબડ, છનનન, ઝબઝબ ઝબઝબ, ઝરમર ઝરમર, ટપટપ, ખળખળ, ડુંગડુગી, બૂડબૂડ, ગણગણાટ, ઘમ્મર ઘમ્મર, મઘમઘાટ વગેરે શબ્દપ્રયોગમાં મૂર્ત કરવાનો ભાષકનો આશમ સ્પષ્ટ દેખાય છે. આવી રીતે પ્રયોજાતા શબ્દપ્રયોગોને રવાનુકારી શબ્દપ્રયોગો કહેવામાં આવે છે. 



Rate this article

Loading...

Post a Comment

© Gujarat Information. All rights reserved.