ભારતનું બંધારણ : કટોકટીની જોગવાઈઓ

ભારતનું બંધારણ : કટોકટીની જોગવાઈઓ, katokati ni jogvai gujarati, bharat nu bandharan

ભારતનું બંધારણ : કટોકટીની જોગવાઈઓ

katokati-ni-jogvai
katokati-ni-jogvai


  • ભારતના બંધારણને શાંતિના સમયમાં સમવાયી (Federal) અને યુદ્ધના સમયમાં એકતંત્રી (unitary) તરીકે ઓળખવામાં આવે છે.
  • ભારતના બંધારણના ભાગ-18માં અનુચ્છેદ-352 થી અનુચ્છેદ-360 સુધી કટોકટીની જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કટોકટી દરમ્યાન કેન્દ્ર સરકાર સર્વશક્તિમાન થઈ જાય છે તથા બધા રાજયો કેન્દ્રના પૂર્ણ નિયંત્રણ અંતગત આવી જાય છે.

ભારતના બંધારણમાં 3 (ત્રણ) પ્રકારની કટોકટીની જોગવાઈઓ કરવામાં આવી છે. 

  1. યુદ્ધ, બાહ્મ આક્રમણ તથા આંતરીક સશસ્ર બળવાના સમયે કટોકટી (રાષ્ટ્રીય કટોકટી) (અનુચ્છેદ-352) 
  2. રાજયમાં બંધારણીયતંત્ર નિષ્ફળ જવાના પ્રસંગે કટોકટી (રાષ્ટ્રપતિ શાસન - બંધારણીય કટોકટી) (અનુચ્છેદ-356) 
  3. નાણાકીય કટોકટી (અનુચ્છેદ-360) 

રાષ્ટ્રીય કટોકટી :

  • અનુચ્છેદ-352 : જો ભારતદેશને અથવા ભારતના કોઈ ભાગને બાહ્ય આક્રમણ અથવા આંતરીક સશસ્ત્ર વિદ્રોહના કારણે જોખમ ઉત્પન્ન થાય તો રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી શકે છે. રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત વાસ્તવિક યુદ્ધ અથવા બાહ્ય આક્રમણ અથવા સશસ્ત્ર વિદ્રોહની પહેલા પણ કરી શકે છે. 
  • અનુચ્છેદ-352 મુજબ રાષ્ટ્રીય કટોકટી બે પ્રકારે જાહેર થઈ રાકે છે. જે નીચે મુજબ છે.

    1. બાહ્ય રાષ્ટ્રીય કટોકટી : જ્યારે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત યુદ્ધ અથવા બાહ્ય આક્રમણના આધારે કરવામાં આવે છે ત્યારે તેને બાહ્ય રાષ્ટ્રીય કટોકટી કહેવામાં આવે છે. 
    2. આંતરિક કટોકટી : જયારે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત આંતરીક સશસ્ત્ર વિદ્રોહના આધારે કરવામાં આવે છે ત્યારે તેને આંતરિક કટોકટી કહેવામાં આવે છે. 

  • રાષ્ટ્રીય કટોકટી સંપૂર્ણ દેશ અથવા દેશના કોઈ ભાગ ઉપર લાગૂ થઈ શકે છે. 
  • રાષ્ટ્રપતિ અનુચ્છેદ-352 અંતગત રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત માત્ર વડાપ્રધાન અને મંત્રીમંડળ (કેબિનેટ) ની લેખિત ભલામણ પછી જ કરી શકે છે. માત્ર એકલા વડાપ્રધાનની ભલામણથી કરી શકે નહિ. (44મો બંધારણીય સુધારો, 1978) 
  • કટોકટીના પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા બાદ તેમાં ફેરફાર પણ કરી શકાય છે અથવા રદ પણ કરી શકાય છે. 
  • 38માં બંધારણીય સુધારા, 1975 મુજબ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાતને ન્યાયિક પુનઃ અવલોકન (સમીક્ષા)થી બહાર રાખવામાં આવ્યો હતો. પરંતુ મિનર્વા મિલ્સ વિવાદ, 1980માં સર્વોચ્ચ ન્યાયાલય કહ્યુ કે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાતને સર્વોચ્ય ન્યાયાલયમાં પડકારી શકાય છે. 

સંસદની અનુમતિ અને કાર્યકાળ :

  • સંસદના બંને ગુહો દ્વારા કટોકટીની જાહેરાતના 1 માસની અંદર મંજૂરી આપવી અનિવાર્ય છે. (મૂળ બંધારણમાં 2 માસની અંદર સંસદની અનુમતિની જોગવાઈ પણ 44માં સુધારા દ્વારા 1 માસ કરવામાં આવી.)
  • જો લોકસભાનું વિસર્જન થઈ ગયેલ હશે તો રાજયસભા જાહેરનામાને સ્વીકૃતિ આપે છે. પરંતુ આ જાહેરનામું નવી ચૂંટાયેલી લોકસભાના પ્રથમ સત્રના 30 દિવસની અંદર લોકસભા દ્રારા સ્વીકૃત થવું જરૂરી નહિતર તે સમાપ્ત થાય છે. પરંતુ આ માટે સંસદના કોઈપણ ગૃહમાં વિશેષ બહુમતીથી (ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીથી તથા ગૃહમાં હાજર રહીને મતદાન કરતા સભ્યોની 2/3 બહુમતીથી) જ ઠરાવ પસાર કરી શકાશે. 

રાષ્ટ્રીય કટોકટીનો કાર્યકાળ:

  • જો સંસદના બંને ગૃહ મંજૂરી આપે તો કટોકટી 6 માસ સુધી રહેશે તથા દર 6 માસે સંસદના મંજૂરીથી અનંતકાળ સુધી લંબાવી શકાય છે. (44મો બંધારણીય સુધારો,1978) 

રાષ્ટ્રીય કટોકટીની જાહેરાતની સમાપ્તિ :

  • જો લોકસભા રાષ્ટ્રપતિના જાહેરનામાને અમાન્ય કરતો ઠરાવ અથવા કટોકટીનો અમલ ચાલુ રાખવાનું અમાન્ય કરતો ઠરાવ પસાર કરે તો રાષ્ટ્રપતિ જાહેરનામું રદ કરી શકે છે. આ માટે લોકસભાના સભ્યોની કુલ સંખ્યાના 1/10 સભ્યોએ કટોકટીનાજાહેરનામાને અમાન્ય કરતો ઠરાવ રજૂકરવાની તેમના ઈરાદાની સહી કરેલ લેખિત નોટિસ જો લોકસભાનું સત્ર ચાલુ હોય, તો અધ્યક્ષને અથવા લોકસભાનું સત્ર ચાલુ ન હોય, તો રાષ્ટ્રપતિને આપવામાં આવેલ હોય, તો નોટિસ મળ્યાની તારીખથી 14 દિવસમાં આવા ઠરાવ પર વિચારણા કરવા હેતુ માટે લોકસભાની ખાસ બેઠક યોજવામાં આવશે. 
  • આ ઉપરાંત રાષ્ટ્રપતિને સત્તા છે કે તે ગમે ત્યારે કટોકટીનો અંત લાવતી જાહેરાત કરી તેનો અંત લાવી શકે છે. 

રાષ્ટ્રીય કટોકટીના જાહેરનામાની અસર : 

કેન્‍દ્ર-રાજ્ય સંબંધો પર પ્રભાવ :

1. ઘારાકીય

  • રાજ્યયાદીના વિષય પર કાયદો બનાવવાની શક્તિ કેન્દ્રને પ્રાપ્ત થાય છે. આ રીતે કટોકટી દરમ્યાન બનાવેલ કાયદો કટોકટીકાળ સમાપ્ત થયા પછી 6 મહિના સુધી અસ્તિત્વમાં રહે છે. 

2. કારોબારી

  • કેન્દ્રની વહીવટી શક્તિઓનો વિસ્તાર થાય છે તથા કેન્દ્ર રાજ્યને તેની કારોબારી શક્તિઓનો પ્રયોગ કઈ રીતે કરવો તે અંગે નિદેશ આપે છે. 

૩. નાણાકીય

  • કર પ્રણાલીમાં ફેરફાર, રાજ્યોને આપવામાં આવતા અનુદાનમાં ઘટાડો અથવા તેને સમાપ્ત કરવાની શક્તિ, રાષ્ટ્રપતિના આવા આદેશ સંસદના બંને ગૃહમાં રજૂ કરવા અનિવાર્ય છે. 

4. લોકસભા અને રાજ્ય વિધાનસભાના કાર્યકાળ પર પ્રભાવ :

  • કટોકટી દરમ્યાન લોકસભા અને રાજ્ય વિધાનસભાનો કાર્યકાળ સંસદ દ્વારા કાયદો બનાવી એક વખતમાં એક વર્ષ એમ અનંતકાળ સુધી વધારી શકાય છે. પરંતુ કટોકટી સમાપ્ત થયા પછી વધુમાં વધુ 6 મહીનામાં નવી ચૂંટણીઓ કરાવવી જરૂરી છે. 

5. મૂળભૂત અધિકારો પર પ્રભાવ :

અનુચ્છેદ-19ના મૂળભૂત અધિકારોની સમાપ્તિ :

    • અનુચ્છેદ-358 મુજબ જ્યારે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત થાય છે ત્યારે અનુચ્છેદ-19ના મૂળભૂત અધિકાર આપમેળે સમાપ્ત થાય છે, પણ 44 માં બંધારણીય સુધારા મુજબ આ અનુચ્છેદ-19ની સમાપ્તિ માત્ર બાહ્ય કટોકટી સમયે જ અમલમાં આવી શકે છે, આંતરિક કટોકટી સમયે નહિ. 

અન્ય મૂળભૂત અધિકારોની સમાપ્તિ :

    • અનુચ્છેદ-359 : મુજબ અન્ય મૂળભૂત અધિકારો માટે ન્યાયાલયમાં જવાના બંધારણીય ઈલાજોના અધિકાર અનુચ્છેદ - 32ની સમાપ્તિ થાય છે. (અનુચ્છેદ-20 અને અનુચ્છેદ-21ની સમાપ્તિ થતી નથી.) 
    • આ અનુચ્છેદ-359 મુજબ રાષ્ટ્રપતિ જે અધિકારો અંગે જાહેરનામાના સ્પષ્ટતા કરે તે જ મૂળભૂત અધિકારો રખાય છે, બધા નહિ. આ માત્ર મૂળભૂત અધિકારો માટે ન્યાયાલયમાં જવાના અધિકારને રોકે છે. મૂળભૂત અધિકારો પર પ્રતિબંધ લાદતો નથી. 
    • અનુચ્છેદ-358 અને અનુચ્છેદ-359 અંતર્ગત બનાવવામાં આવેલા કટોકટીથી સંબંધિત કાયદાઓની ન્યાયાલયમાં પડકારી શકાતા નથી. 


અત્યાર સુધીની રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત : 

સૌ પ્રથમ રાષ્ટ્રીય કટોકટી :

  • 1962 : ઓક્ટોબર,1962માં, NEFA = North East Frontier Agency જે હવે અરૂણાચલ પ્રદેશ છે ત્યાં ચીની આક્રમણના કારણે લાગુ થઈ, જે જાન્યુઆરી, 1968 સુધી લાગુ રહી. 
  • 1971: ડિસેમ્બર,1971 માં પાકિસ્તાનના આક્રમણના કારણે લાગુ પડી. 

સૌ પ્રથમ આંતરીક રાષ્ટ્રીય કટોકટી :

  • 1975 : 1971 ની બાહ્ય રાષ્ટ્રીય કટોકટી ચાલુ હતી તે દરમ્યાન જ 25 જૂન,1975 માં આંતરિક કટોકટીની જાહેરાત કરવામાં આવી. 2જી અને 3જી કટોકટી બંને માર્ચ 1977 માં સમાપ્ત થઈ. 


યાદ રાખો :

  • અનુચ્છેદ-353 : બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે દરેક રાજ્યનું રક્ષણ કરશે તથા તેના માટે દરેક રાજ્ય સરકારને બંધારણ મુજબ ચલાવવાનું નક્કી કરશે.
  • અનુચ્છેદ-355 : બાહ્ય આકમણ અને આંતરિક અશાંતિ સામે રાજયનું રક્ષણ કરવાની અને દરેક રાજ્યનું શાસન આ બંધારણીય જોગવાઈઓ અનુસાર ચાલે તે જોવાની સંઘની ફરજ છે. 
  • 1980 ના મિનર્વા મિલ્સ કેસના ચુકાદા મુજબ સર્વોચ્ચ ન્યાયાલયમાં પડકારી શકાય છે. 


રાષ્ટ્રપતિ શાસન (બંધારણીય કટોકટી) : 

  • રાજયમાં બંધારણીયતંત્ર નિષ્ફળ જવા પર કેન્દ્ર રાજ્ય સરકારને પોતાના નિયંત્રણમાં લઈ શકે છે. જે સામાન્ય રૂપથી રાષ્ટ્રપતિ શાસન તરીકે ઓળખાય છે. તેને “રાજ્ય કટોકટી' અથવા “બંધારણીય કટોકટી' પણ કહેવામાં આવે છે. 
  • રાષ્ટ્રપતિ શાસન અનુચ્છેદ-356 મુજબ બે પ્રકારે લાગૂ કરી શકાય છે. 
  • અનુચ્છેદ-356 : જયારે રાષ્ટ્રપતિને લાગે કે એવી સ્થિતિ બની ગઈ છે કે રાજય સરકાર બંધારણની જોગવાઈ મુજબ ચાલતી નથી ત્યારે રાષ્ટ્રપતિ રાજયપાલના રિપોર્ટના આધારે અથવા બીજા પ્રકારે (રાજ્યપાલની ભલામણ વગર) પણ રાષ્ટ્રપતિ શાસન સ્થાપી શકે છે. 
  • અનુચ્છેદ-365 : જ્યારે રાજય કેન્દ્ર દ્વારા આપવામાં આવતાં નિર્દેશોનું પાલન કરવામાં અસફળ જાય છે ત્યારે રાષ્ટ્રપતિ માટે અનિવાર્ય છે કે તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની સ્થાપના કરે. 

સંસદની અનુમતિ : 

  • રાષ્ટ્રપતિ દ્વારા પ્રસિદ્ધ જાહેરનામું બંને ગૃહ સમક્ષ મૂકવામાં આવે છે જેને 2 મહિનાની અંદર સંસદ દ્વારા સ્વીકૃતિ મળવી જરૂરી નહિતર જાહેરનામું અમલમાં રહેશે નહિ. 
  • રાષ્ટ્રપતિની કોઈ રાજયમાં બંધારણીય કટોકટી (રાષ્ટ્રપતિ શાસન)ની જાહેરાતને સંસદમાં બંને ગૃહોમાં સાદી બહુમતી (ગૃહમાં હાજર રહીને મત આપનારાની સાદી બહુમતી)થી મંજૂરી મળવી અનિવાર્ય છે. 
  • જો આ 2 મહિના દરમ્યાન લોકસભાનું વિસર્જન થયેલ હોય તો રાજ્યસભા આ જાહેરનામાને સ્વીકૃતિ આપે છે. પરંતુ આ જાહેરનામું નવી ચૂંટાયેલ લોકસભાના પ્રથમ સત્રના 30 દિવસની અંદર લોકસભા દ્વારા સ્વીકૃત થઈ જવું જોઈએ. તો તે, અમલમાં રહેશે નહિ. 

રાષ્ટ્રપતિ શાસન (બંધારણીય કટોકટી)નો કાર્યકાળ: 

  • જો આ જાહેરનામું રદ કરવામાં આવ્યું ન હોય, તો પ્રસિદ્ધ થવાની તારીખ થી 6 મહિના સુધી અમલમાં રહેશે. 
  • જો સંસદના બંને ગૃહો તેનો અમલ ચાલુ રાખવાનું જણાવે ત્યારથી વધુ 6 માસ સુધી તેનો અમલ ચાલુ રહેશે. ફરીવાર રાષ્ટ્ર્પતિ શાસનની મુદ્દત વધારવા સંસદ દ્વારા પુનઃઠરાવ પસાર કરાવવામાં આવશે. જે વધુમાં વધુ 3 વર્ષ સુધી ચાલુ રાખી શકાશે.
  • રાષ્ટ્રપતિના જાહેરનામાને મંજૂરી બંને ગૃહોની (પ્રત્યેક ગૃહની) સામાન્ય બહુમતીથી પસાર કરવામાં આવે છે. 
  • રાષ્ટ્રપતિ શાસનનું જાહરેનામુ પ્રસિદ્ધ થાય ત્યારે વિધાનસભાનું વિસર્જન કરવું જરૂરી નથી. વિધાનસભા મોકૂફ રાખી શકાય છે. 
  • અનુચ્છેદ-356 હેઠળ દાખલ કરાયેલા રાષ્ટ્રપતિ શાસન વિરૂદ્ધ અરજી કરવામાં આવે, ત્યારે સર્વોચ્ચ ન્યાયાલયને જો રાષ્ટ્રપતિ શાસન ગેરકાયદેસર જણાય તો સર્વોચ્ચ ન્યાયાલય મંત્રીમંડળ અને વિધાનસભાની પુનઃસ્થાપના કરી શકે છે.
  • આ ઉપરાંત જો જાહેરનામાને સંસદની માન્યતા ન મળે તો મંત્રીમંડળ કે વિધાનસભા પુર્નજીવિત થતા નથી અને ત્યારે ચૂંટણી જ એક માત્ર માંગ હોય છે. 

રાષ્ટ્રપતિ શાસનના પરિણામ : 

  • રાષ્ટ્રપતિ રાજ્ય સરકારના તમામ કાર્ય રાજ્યપાલને અથવા રાજ્યના વિધાન મંડળ સિવાયની સમિતિને અથવા અધિકારીને સોપી શકે છે અથવા પોતે પણ હાથમાં લઈ શકે છે.
  • રાજ્ય વિધાન મંડળની તમામ સત્તાઓ સંસદને આધીન થઈ જાય છે.
  • રાષ્ટ્રપતિ શાસનના જાહેરનામાની અસર ઉચ્ચ ન્યાયાલય પર થશે નહિ.



નાણાકીય કટોકટી 

  • અનુચ્છેદ-360 મુજબ જો રાષ્ટ્રપતિને એવુ જણાય કે ભારતની નાણાંકીય સ્થિતિ કે દેશના કોઈ ભાગની નાણાંકીય સ્થિતિ સંકટમાં છે તો ત્યારે સમગ્ર દેશ અથવા દેશના કોઈ ભાગમાં નાણાંકીય કટોકટી જાહેર કરી શકે છે.
  • રાષ્ટ્રપતિની નાણાંકીય કટોકટીની જાહેરાતને બે મહિનામાં બંને ગૃહોની સાદી બહુમતી (ગૃહમાં હાજર રહીને મત આપનારાની સાદી બહુમતી)થી મંજૂરી મળવી અનિવાર્ય છે.
  • નાણાંકીય કટોકટીને સર્વોચ્ચ ન્યાયાલયમાં પડકારી શકાય છે.
  • નાણાંકીય કટોકટીને સંસદ દ્વારા 2 મહિનામાં મંજુરી મળવી અનિવાર્ય છે નહિંતર જાહેરાત રદ થાય છે. જો આ 2 મહિના દરમ્યાન લોકસભાનું વિસર્જન થઈ ગયેલ હોય તો રાજ્યસભામાં કુલ સભ્ય સંખ્યાના સામાન્ય બહુમતીથી અને હાજર રહીને મત આપનારા સભ્યોની 2/3 બહુમતીથી મંજુરી આપે છે. ત્યારબાદ નવી આવેલ લોકસભા 30 દિવસમાં તેને મંજુરી આપે છે નહિતર જાહેરનામું અમલમાં રહેશે નહી.

નાણાકીય કટોકટીનો કાર્યકાળ :

  • એકવાર સંસદ દ્વારા મંજુરી મળે તો અનિશ્ચિત કાળ સુધી અમલમાં રહે છે. બંધારણ દ્વારા તેની કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. તેને ચાલુ રાખવા સંસદની પુનઃમંજૂરી આવશ્યક નથી.
  • સ્વતંત્ર ભારતમાં એકપણ વાર નાણાકીય કટોકટી લાગુ કરવામાં આવી નથી. 


યાદ રાખો :

  • સૌથી લાંબા સમયગાળા માટે રાષ્ટ્પતિ શાસન - પંજાબ (1982-1987)
  • સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હોય તેવું રાજય - કેરલ અને ઉત્તરપ્રદેશ (9 વખત)
  • સૌથી ઓછા એક જ વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ થયુ હોય તેવા રાજ્યો - મીઝોરામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર
  • સૌથી ઓછા સમયગાળા માટે રાષ્ટ્રપતિ શાસન - કર્ણાટક (7-દિવસ)
  • સૌથી વધુ રાષ્ટ્રપતિ શાસન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના સમયમાં- 50 વખત
  • સૌથી ઓછું રાષ્ટ્રપતિ શાસન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના સમયમાં - 2 વખત

 

   Std 11 Gujarati Navneet PDF : Click Here...

Rate this article

Loading...

Post a Comment

© Gujarat Information. All rights reserved.