ભારતનું બંધારણ : બંધારણીય સુધારા ( bandharaniy sudhara)

ભારતનું બંધારણ : બંધારણીય સુધારા ( bandharaniy sudhara)

ભારતનું બંધારણ : બંધારણીય સુધારાઓ ( bandharaniy sudhara)

Bandharaniy-sudhara
Bandharaniy-sudhara


  • બંધારણના ભાગ-20માં અનુચ્છેદ 368માં બંધારણીય સુધારા અને તેની પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું છે. 
  • ભારતમાં બંધારણીય સુધારા નમ્યતા અને અનમ્યતાનું મિશ્રણ છે અર્થાત કેટલાક બંધારણીય સુધારા સરળતાથી થાય છે તો કેટલાક બંધારણીય સુધારા કરવા કઠિન છે. 
  • 1973માં કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતે જાહેર કર્યું કે સંસદ બંધારણના કોઈ પણ ભાગને બદલી શકે છે, પણ બંધારણના મૂળભૂત માળખાને બદલી શકે નહિ. 
  • 1976માં 42માં બંધારણીય સુધારાથી સંસદે જોગવાઈ દાખલ કરી કે અનુચ્છેદ 368ની પ્રક્રિયા મુજબ થયેલા કોઈ પણ બંધારણીય સુધારાને અદાલતમાં પડકારી શકાય નહિ. 
  • 1980માં “મિનર્વા મિલ્સ કેસ" માં સર્વોચ્ચ અદાલતે ન્યાયિક પુનઃવિચારને બંધારણનું મૂળભૂત આધારસ્તંભ જણાવ્યું તથા હવે તમામ બંધારણીય સુધારાઓ સવોચ્ચ અદાલતના ન્યાયિક પુનઃવિચાર હેઠળ છે. 
  • બંધારણના મૂળભૂત લક્ષણોમાં ફેરફાર કરી શકાતો નથી. 

  • સર્વોચ્ચ ન્યાયાલય અનુસાર ભારતનાં બંધારણના મૂળભૂત લક્ષણો નીચે પ્રમાણે છે. 

    1. બંધારણની સર્વોચ્ચતા
    2. કાયદાનું શાસન
    3. શક્તિના વિકેન્દ્રીકરણનો સિદ્ધાંત
    4. બંધારણની પ્રસ્તાવનામાં જાહેર કરેલા ઉદ્દેશ્ય 
    5. અનુચ્છેદ-32
    6. ન્યાયિક પુનઃઅવલોકન 
    7. પંથનિરપેક્ષતા
    8. પ્રભુત્વસંપન્ન, લોકતાંત્રિક ગણ રાજ્યની રચના 
    9. વ્યક્તિની સ્વતંત્રતા અને ગરીમા
    10. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા
    11. સમાનતાનો સિદ્ધાંત
    12. ભાગ-3ના મૂળભૂત અધિકારોનો સાર 
    13. ન્યાયપાલિકાની સ્વતંત્રતા
    14. સરળતાથી ન્યાય મળે
    15. સામાજિક અને આર્થિક ન્યાયની સંકલ્પના (સંપૂર્ણ ભાગ-4)
    16. મૂળભૂત અધિકાર અને નિર્દેશક તત્ત્વો વચ્ચે સંતુલન 
    17. સંસંદીય પ્રણાલીનું શાસન 
    18. સ્વતંત્રતા અને નિષ્પક્ષ ચૂંટણીનો અધિકાર 
    19. સમવાયતંત્ર
    20. મુક્ત અને ન્યાયી ચૂંટણીનો સિદ્ધાંત 
    21. ન્યાય સુધી અસરકારક પહોંચ 
    22. સામાજિક ન્યાય 


બંધારણીય સુધારાઓ ત્રણ રીતે થઈ શકે છે. 

1. સંસદમાં સામાન્ય બહુમતીથી

  • આ સુધારાઓ સામાન્ય રીતે બંધારણીય સુધારા ગણાતાં નથી. જે નીચે મુજબની બાબતમાં થાય છે.
    • અનુચ્છેદ 3: રોજ્યોનું પુનર્ગઠન /નામ/સીમા પરિવર્તન 
    • અનુચ્છેદ 4: પ્રથમ અને ચોથી અનુસૂચિમાં પરિવર્તન
    • અનુચ્છેદ 169 : વિધાન પરિષદની રચના
    • અનુચ્છેદ 239 (A) કેન્દ્રશાસિત પ્રદેશ માટે વિધાનસભા
    • પ્રથમ અનુસૂચિ - સંધ / રાજ્યક્ષેત્ર
    • ચોથી અનુસૂચિ - રાજ્યસભાની બેઠકોની વહેંચણી
    • પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ - અનુસૂચિત જાતિ અને આદિજાતિના વિસ્તારો
    • બીજી અનુસૂચિ - કોરમ અંગેની જોગવાઈ
    • સંસદ સભ્યોના વેતન/ ભથ્થા/ વિશેષાધિકાર
    • અંગ્રેજી ભાષા પ્રયોગ અને રાજભાષા
    • સર્વોચ્ચ ન્યાયાલયનાં ન્યાયાધીશોની સંખ્યા
    • નાગરિક્તા
    •  ચૂંટણી ક્ષેત્રનું પુનઃસીમાંકન
    • સવોચ્ચ ન્યાયાલયનું મહત્ત્વ વધારવું

2. બંને ગૃહોની અલગ-અલગ વિશેષ (2/3) બહુમતી

  • મૂળભૂત અધિકાર + રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત
  • અહીં ચર્ચાયેલા મુદ્દા નં. 1 અને મુદ્દા નં. 3 સિવાયના બંધારણના બધા જ

3. બંને ગૃહોની વિશેષ બહુમતી અને અડધાથી વધુ વિધાનસભાની મંજૂરીથી

  • અનુચ્છેદ 54 : રાષ્ટ્રપતિની ચૂંટણી
  • અનુચ્છેદ 55 : રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા
  • અનુચ્છેદ 73 : કેન્દ્રની કારોબારી સત્તાનો વિસ્તાર
  • અનુચ્છેદ 162 : રાજ્યોની કારોબારી સત્તાનો વિસ્તાર
  • અનુચ્છેદ 241 : કેન્દ્રશાસિત પ્રદેશો માટે ઉચ્ચ ન્યાયાલય
  • સંઘીય ન્યાયપાલિકા (ભાગ -5) 
  • રાજ્યો માટે ઉચ્ચ ન્યાયાલય (ભાગ -6) 
  • 7 મી અનુસૂચિ
  • અનુચ્છેદ 368 : બંધારણીય સુધારા


યાદ રાખો :

  • એમ. વી. પાયલી નામના વિદ્વાન લખે છે કે, "એવું કોઈ સમવાયતંત્રી બંધારણ નહિ હોય જે સ્થિતિસ્થાપક તથા મુશ્કેલ એમ બંને સંશોધન પ્રક્રિયાનો ઉપયોગ કરે, આ વિશેષતા માત્ર ભારતના બંધારણમાં જોવા મળે છે. "
  • બંધારણીય સુધારાને કાયદા ઘડતરની જેમ ત્રણ વાંચન અને જરૂર પડે તો પ્રવર સમિતિને સોંપી શકાય છે. પરંતુ આ માટે લોકમત લેવાની જોગવાઈ કરેલ નથી. 


ભારતનાં બંધારણના મહત્વના બંધારણીય સુધારાઓ

1 લો બંધારણીય સુધારો, 1951

  • અનુચ્છેદ-19ની કેટલીક સ્વતંત્રતા પર કાપ મૂકતી જોગવાઈઓ ઉમેરવામાં આવી. (વિદેશ મૈત્રીને ધ્યાનમાં લઈ.) 
  • અનુચ્છેદ-31 (A) અને 31 (B) તથા 9મી અનુસૃચિ જોડવામાં આવી. 

7 મો બંધારણીય સુધારો, 1956

  • રાજય પુનર્ગઠન આયોગની સલાહ લાગુ કરવા નવેસરથી રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રૂપમાં વર્ગીકરણ કરવા તથા બંધારણનો ભાગ-7 રદ કરવામાં આવ્યો. 

11 મો બંધારણીય સુધારો, 1961

  • સંસદમાં કે વિધાનરાભામાં ખાલી પદને કારણે રાપ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચુંટણીને પડકારી શકાશે નહીં. 

18 મો બંધારણીય સુધારો, 1966

  • અનુચ્છેદ-૩માં સુધારા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યુ કે “રાજય” શબ્દમાં કેન્દ્રશાસિત પ્રદેશનો પર સમાવેશ. 

21 મો બંધારણીય સુધારો, 1967

  • સિંધી ભાષાને 8 મી અનુસૂચિમાં જોડવામાં આવી. 

26 મો બંધારણીય સુધારો, 1971

  • ભારતીય રજવાડાના શાસકોના “પ્રિવીપર્સ'' (Privy Purse) અને વિશેષાધિકારો સમાપ્ત કરવામાં આવ્યા. 

36 મો બંધારણીય સુધારો, 1975

  • સિક્કિમનો ભારતીય સંઘમાં પ્રથમ અનુસૂચિમાં સમાવેશ.

38 મો બંધારણીય સુધારો, 1975

  • અનુચ્છેદ-123 / અનુચ્છેદ-213 / અનુચ્છેદ-352માં સુધારો. જેના અંતર્ગત રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના બંધારણીય  નિર્માણને કોઈપણ ન્યાયાલયમાં પડકારી શકાશે નહિ. 

42 મો બંધારણીય સુધારો, 1976

  • આ સુધારો “નાનુ બંધારણ” તરીકે ઓળખવામાં આવે છે.
  • મોટાભાગના સુધારા “સ્વર્ણસિંહ સમિતિ”ની સલાહ મુજબ.
  • આમુખમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા શબ્દો જોડવામાં આવ્યા. 
  • મૂળભૂત ફરજો જોડવામાં આવી. 
  • સંસદના કોઈપણ કાયદાને ગેરબંધારણીય જાહેર કરવા ન્યાયાધીશોની 2/3 બહમતીની જોગવાઈ, 

44 મો બંધારણીય સુધારો, 1978

  • સંપત્તિનો અધિકાર અનુચ્છેદ-31 અને અનુચ્છેદ-19 (1)(f) કાઢી નાખવામાં આવ્યો. સંપત્તિના અધિકારને મૂળભૂત અધિકારમાંથી માત્ર કાનુની અધિકાર બનાવી તેને અનુચ્છેદ- 300 (A)માં ઉમેરવામાં આવ્યો, પણ તેની અસર અલ્પસંખ્યકોના શિક્ષા સંબંધી સંસ્થાનો પર પડશે નહીં.
  • અનુચ્છેદ-352 “આંતરિક અશાંતિ''ને બદલે "સશસ્ત્ર બળવો'' શબ્દ વપરાયો.
  • અનુચ્છેદ-21 અને અનુચ્છેદ-22માં નિવારક નિરોધ માટે વધુમાં વધુ 2 મહિના જ કેદમાં રાખી શકાય તેવી જોગવાઈ. 

52 મો બંધારણીય સુધારો, 1985

  • “પક્ષપલટા વિરોધી કાયદા”ની અનુચ્છેદ-102 (2) અને 10મી અનુસૂચિમાં જોગવાઈ કરવામાં આવી. 

61 મો બંધારણીય સુધારો, 1989

  • પુખ્તમતાધિકારની વયમયાદા ઘટાડી 21માંથી 18 કરવામાં આવી.

69 મો બંધારણીય સુધારો, 1991

  • દિલ્લીને રાષ્ટ્રીય રાજધાનીક્ષેત્ર જાહેર પણ કેન્દ્રશાસિત તથા વિધાનસભા અને મંત્રીપરિસદની રચનાની જોગવાઈ. 

70 મો બંધારણીય સુધારો, 1992

  • દિલ્લી અને પુંડુચેરીની વિધાનસભાના સભ્યોનો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકવાની જોગવાઈ. 

71 મો બંધારણીય સુધારો, 1992

  • કોંકણી, મણીપુરી અને નેપાલી ભાષાઓને બંધારણની 8મી અનુસૂચિમાં સમાવેશ કરવામાં આવ્યો.

73 મો બંધારણીય સુધારો, 1992

  • પંચાયતીરાજથી સંબંધિત ભાગ-9 ઉમેરવામાં આવ્યો, જેમાં અનુચ્છેદ - 243 અને તેના પેટાઅનુચ્છેદ તેમજ 11મી અનુસૂચિ જોડવામાં આવી. 

74 મો બંધારણીય સુધારો, 1992

  • નગરપાલિકા સંબંધી ભાગ-9 (4)ઉમેરવામાં આવ્યો, જેમાં અનુચ્છેદ-243માં પેટાઅનુચ્છેદ અને 12મી અનુસૂચિ જોડવામાં આવી. 

81 મો બંધારણીય સુધારો, 2000

  • "બેકલોગ અંગેની જોગવાઈ” 
  • અનુચ્છેદ-16ની જોચવાઈ મુજબ જે તે વર્ષમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિના ખાલી સરકારી પદ જે અનામત છે તે આગામી વર્ષ અનામત તરીકે જ ગણવામાં આવશે ભલે પછી તે વર્ષે અનામતનું પ્રમાણ 50 % થી વધુ થઈ જાય. 

86 મો બંધારણીય સુધારો, 2002

  • બંધારણના ભાગ-3 માં મૂળભૂત અધિકારોમાં “શિક્ષાનો અધિકાર" ઉમેરવામાં આવ્યો. આ અંતગત “અનુચ્છેદ-21(A) 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ " ઉમેરવામાં આવ્યો. 
  • અનુચ્છેદ 45માં પરિવર્તન કરવામાં આવ્યું જે મુજબ “રાજ્યએ ત્યાં સુધી બાળકોની પ્રાથમિક સંભાળ અને શિક્ષણની વ્યવસ્થા કરવી પડશે જયાં સુધી તે 6 વર્ષનો ન થાય."
  • અનુચ્છેદ 51 (A)માં 11મી મૂળભૂત ફરજ જોડવામાં આવી, “6 થી 14 વર્ષ સુધીના બાળકોને તેમના માતા-પિતા અથવા વાલી શિક્ષણ અપાવશે.” 

89 મો બંધારણીય સુધારો, 2003

  • અનુચ્છેદ-338 અંતગંત અનુસૂચિત જાતિઓના સંયુક્ત આયોગને અલગ પાડી બંધારણમાં અનુચ્છેદ-338 (A) જોડી અનુસૂચિત જનજાતિઓ માટે “રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ (આદિજાતિ) આયોગ''ની રચના કરવામાં આવી. જેની નિમણૂક રાષ્ટ્રપતિ દ્રારા કરવામાં આવશે. 

91 મો બંધારણીય સુધારો, 2003

  • મંત્રીપરિષદનો આકાર લોકસભા અને વિધાનસભાની કુલ સંખ્યાના વધુમાં વધુ 15% મુધી જ મયાંદિત કરી દેવામાં આવ્યો. આ માર્ટે અનુચ્છેદ-75 અને અનુચ્છેદ-164માં સુધારા કરવામાં આવ્યા. 

92 મો બંધારણીય સુધારો, 2003

  • બોડો, ડોગરી, મૈથિલી અને સંથાલી ભાષાઓનો બંધારણની 8મી અનુસૂચિમાં સમાવેશ. 

94 મો બંધારણીય સુધારો, 2006

  • અનુચ્છેદ-164માં સુધારો કરી છત્તીસગઢ અને ઝારખંડમાં જનજાતીય (આદિજાતિ) બાબતોના અલગ મંત્રાલયની જોગવાઇ તથા બિહારમાં આ વિભાગ બંધ કરવામાં આવ્યો. 

95 મો બંધારણીય સુધારો, 2009

  • અનુસૂચિત જાનિ, અનુસૂચિત જનજાતિ અને એંગ્લો-ઇન્ડિયન માટે લૉકસભા અને રાજ્યોની વિધાનસભામાં અનામત બેઠકોની જોગવાઇ આગામી 10 વર્ષ (2020 સુધી) વધારવામાં આવી. 

96 મો બંધારણીય સુધારો, 2011

  • “ઓરિયા” ભાષાનું નામ પરિવતન કરીને 'ઉડિયા” કરવામાં આવ્યું. 

97 મો બંધારણીય સુધારો, 2011

  • કો-આપરેટિવ સોસાયટી (સહકારી સમિતિ) ઓને બંધારણીય દરજ્જો અને રક્ષણ આપવામાં આવ્યું. જે અંતર્ગત ભારતના બંધારણમાં નીચે મુજબના સુધારા કરવામાં આવ્યાં. 
  • બંધારણના ભાગ-3 માં અનુચ્છેદ-19માં પરિવર્તન કરી કો-ઓપરેટીવ સોસાયટી રચવાની સ્વતંત્રતા મૂળભૂત અધિકાર તરીકે ઉમેરવામાં આવી. 
  • બંધારણના ભાગ-4માં રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અંતર્ગત અનુચ્છેદ-43 (B) ઉમેરવામાં આવ્યો. 
  • બંધારણમાં “ભાગ-9(B)-કો-ઓપરેટીવ-ઓપરેટીવ સોસાયટી”ના નામથી નવા ભાગ ઉમેરવામાં આવ્યો. જેમાં અનુચ્છેદ-243(ZH) થી અનુચ્છેદ-243(ZT) ઉમેરવામાં આવ્યો. 

98 મો બંધારણીય સુધારો, 2012

  • કર્ણાટક રાજયમાં “હૈદરાબાદ-કર્ણાટક' ક્ષેત્ર માટે વિશેષ જોગવાઈ અંતર્ગત અનુચ્છેદ-371(J) ઉમેરવામાં આવ્યો. 

99 મો બંધારણીય સુધારો, 2014

  • સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા રદ કરવામાં આવ્યો.

100 મો બંધારણીય સુધારો, 2015

  • ભારત-બાંગ્લાદેશ વચ્ચે “જમીન સરહદ કરાર''. 

101 મો બંધારણીય સુધારો, 2016

  • ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિશે. 



ભારતનું બંધારણ : બંધારણીય સુધારાના વન લાઈનર પ્રશ્નો

1. ભારતના બંધારણના કયા ભાગમાં બંધારણીય સુધારાનું વર્ણન કરવામાં આવ્યું છે? 

- ભાગ-20 


2. બંધારણીય સુધારા અંગે જોગવાઈ ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 

- અનુચ્છેદ-368 


3. સર્વોચ્ચ ન્યાયાલયે કયા ચુકાદામાં જણાવ્યું કે “તમામ બંધારણીય સુધારાઓ સર્વોચ્ચ અદાલતના ન્યાયિક પુનઃ વિચાર હેઠળ છે'' ? 

- મિનર્વા મિલ્સ,1980 


4. ભારતના બંધારણમાં સૌ પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો ? 

- ઈ.સ.1951 


5. રાજ્યપુનર્ગઠન આયોગની સલાહ લાગુ કરવા બંધારણમાં કયો સુધારો કરવામાં આવ્યો ? 

- 7 મો બંધારણીય સુઘારો,1956 


6. કયા બંધારણીય સુધારાથી ભારતીય રજવાડાના શાસકોને “પ્રિવીપર્સ'' સમાપ્ત કરી દેવામાં આવ્યા?

- 26 મો બંધારણીય સુધારો, 1971 


7. ક્યા બંધારણીય સુધારાથી સિક્કિમ એ ભારતસંઘનું રાજય બન્યું ? 

- 36 મો બંધારણીય સુધારો, 1975 


8. કયા બંધારણીય સુધારાથી બંધારણમાં નવમી અનુસચિ ઉમેરવામાં આવી?

- પ્રથમ બંધારણીય સુધારો, 1951


9. ક્યા બંધારણીય સુધારાને ““નાનું બંધારષણા'' કહેવામાં આવે છે ? - 42 મો બંધારણીય સુધારો, 1976 


10. કયા બંધારણીય સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા શબ્દો જોડવામાં આવ્યા ?

- 42 મો બંધારણીય સુઘારો, 1976 


11. મૂળભૂત ફરજો ભારતના બંધારણમાં કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવી ? 

- 42 મો બંધારણીય સુધારો, 1976


12. ક્યાં બંધારણીય સુધારા દ્વારા “મિલકતનો અધિકાર'' નાબૂદ કરવામાં આવ્યો? 

- 44 મો બંધારણીએ સુધારો,1978


13. કયા બંધારણીય સુધારા દ્વારા અનુચ્છેદ-352માં 'આંતરિક અશાંતિ' ના બદલે 'સશસ્ત્ર બળવો' શખ્દ વાપરવામાં આવ્યો ? 

- 44 મો બંઘારણીય સુધારો, 1978


14. કયા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં 10મી અનુસૂચિ અને તેમાં પક્ષાંતરધારો ઉમેરવામાં આવ્યો ? 

- 52 મો બંધારણીય સુઘારો, 1985


15. કયા બંધારણીય સુધારા દ્વારા પુખ્તમતાધિકારની વય મર્યાદા ઘટાડી 21 વર્ષમાંથી 18 વર્ષ કરવાર્માં આવી ? 

- 61 મો બંઘારણીય સુધારો,1989 


16. કયા બંધારણીય સુધારા દ્વારા દિલ્લીને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું ? 

- 69 મો બંધારણીય સુધારો, 1991 


17. કયા બંધારણીય સુધારા દ્વારા પંચાયતીરાજથી સંબધિત ભાગ-9 અને 11 મી અનુસૂચિ ઉમેરવામાં આવી? 

- 73 મો બંધારણીય સુધારો, 1992


18. કયા બંધારણીય સુધારા દ્વારા નગરપાલિકા સંબંધી ભાગ-9 (A) અને 12 મી અનુસૂચિ ઉમેરવામા આવી ?

 - 74 મો બંધારણીય સુઘારો,1992 


19. કયા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં શિક્ષણના અધિકારના ભાગ સ્વરૂપે અનુચ્છેદ-21(A) ઉમેરવામાં આવ્યો? 

- 86 મો બંધારણીય સુધારો, 2002


20. કયા બંધારણીય સુધારાથી ગોવાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો? 

- 56 મો બંધારણીય સુધારો,1987


21. 92 મો બંધારણીય સુધારો, 2003 થી બંધારણની 8 મી અનુસૂચિમાં કઈ ભાષાઓને બંધારણમાન્ય ભાષાઓનો દરજ્જો આપવામા આવ્યો? 

- બોડો, ડોગરી, મૈથિલી, સંથાલી


22. કયા બંધારણીય સુધારા દ્વારા મંત્રીપરિષદનો આકાર લોકસભા અને વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના વધુમાં વધુ 15% જેટલો કરી દેવામાં આવ્યો? 

- 91 મો બંધારણીય સુઘારો, 2003 


23. કયા બંધારણીય સુધારા દ્વારા “કો-ઓપરેટીવ સોસાયટી (સરકારી સમિતિ)'ઓને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો?

 - 97 મો બંધારણીય સુધારો, 2011 


24. ભારતના બંધારણમાં સુધારા પ્રક્રિયા એ ક્યાં દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ? 

- દક્ષિણ આફીકા


25. બંધારણીય સુધારા કેટલા પ્રકારે થાય છે ? 

- ત્રણ પ્રકારે


26. બંધારણીય સુધારા માટેનો ખરડો સૌ પ્રથમ સંસદના કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે ? 

- કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય


27. બંધારણના મોટાભાગના અનુચ્છેદોમાં સુધારો કરવા કઈ પ્રકિયા અપનાવવામાં આવે છે ? 

- બંને ગૃહોમાં સાદી બહુમતિ દ્વારા


28. બંધારણીય સુધારા દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી કે રાષ્ટ્રપતિ અથવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને મતદાર મંડળ (સંસદ વિધાનમંડળ)ની કોઈ ખાલી બેઠકના કારણે પડકારી શકાશે નહીં ? 

- 11 મો બાંધારણીય રાધારો,1961 


29. કયા બંધારણીય સુધારા દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવી આવશ્યક નથી? 

- 11 મો બંધારણીય સુધારો,1961 


30. કયા બંધારણીય સુધારા દ્વારા સિંધી ભાષાને 8મી અનુસૂચિમાં દાખલ કરવામાં આવી ? 

- 21 મો બંધારણીય સુધારો,1967 


31. કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભાની બેઠકોની સંખ્યા વધુમાં વધુ 545 નક્કી કરવામાં આવી ?

- 31 મો બંધારણીય સુધારો,1972


32. સંસદને મૂળભૂત અધિકારોમાં સુધારા કરવાની સત્તા કયા બંધારણીય સુધારા દ્વારા મળી ગઈ ? 

- 24 મો બંધારણીય સુધારો,1971


33. કયા બંધારણીય સુધારા દ્વારા 'શિક્ષણ'ને રાજ્યયાદીમાંથી સંયુક્ત યાદીમાં લઈ જવામાં આવ્યું ? 

- 42 મો બંધારણીય સુધારો, 1976 


34. ક્યાં બંધારણીય સુધારા દ્વારા 'જંગલો'ને રાજયયાદીમાંથી સંયુક્ત યાદીમાં સામેલ કરી દેવામાં આવ્યું ?

- 42 મો બંધારણીય સુધારો, 1976 


35. બંધારણીય સુધારા દ્વારા કોઈ વિશેષ પરિસ્થિતિઓમાં નીતિ નિર્દેશક સિદ્ધાંતોને મૂળભૂત અધિકારો કરતા વધુ મહત્વ આપવાની જોગવાઈ કરવામાં આવી હતી ? 

- 42 મો બંધારણીય સુધારો,1976 


36. ક્યાં બંધારણીય સુધારાથી લોકસભાનો કાર્યકાળ 5 વર્ષથી વધારી 6 વર્ષ કરવામાં આવ્યો ? 

- 42 મો બંધારણીય સુધારો, 1976 


37. કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભાનો કાર્યકાળ 6 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરી દેવામાં આવ્યો ? 

- 44 મો બંધારણીય સુધારો,1978 


38. 42 માં બંધારણીય સુધારાની કેટલીક જોગવાઈઓ રદ કરવા કયો બંધારણીય સુધારો કરવામા આવ્યો ?

- 44 મો બંધારણીય સુધારો,1978 


39. ક્યાં બંધારણીય સુધારાથી અરુણાચલ પ્રદેશને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો?

 - 55મો બંધારણીય સુધારો,1986





Rate this article

Loading...

Post a Comment

© Gujarat Information. All rights reserved.